તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળીના તહેવારની ધુમ ખરીદી, માર્કેટમાં હાઉસફુલ જેવો માહોલ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રેડીમેઇડ ગારમેન્ટથી માંડીને પગરખાં અને ઘર વપરાશની ચીજવસ્તુઓ લેવા લોકો ઉમટયા

દિવાળીને માત્ર બે દિવસ આડા હતા, ત્યારથી ગાંધીધામની બજારોમાં ઘરાકી જોવા મળી હતી. શરૂઆતમાં સાવ ઠંડી લાગતી બજારમાં અચાનક તેજીનો પવન ફૂંકાયો છે. તૈયાર કપડાં તથા પગરખાં અને ઘર વપરાશની ચીજવસ્તુઓ લેવા માટે લોકો શનિવારે બજારમાં ઉમટયા હતા.

શહેરના મુખ્ય બજાર ઉપરાંત આદિપુરની બજારોમાં પણ લોકોનો ટોળેટોળાં બજારમાં ઉમટી પડતાં દિવાળીની ખરીદીની રોનક જોવા મળી હતી. દિવાળી પૂર્વે ૧૦-૧પ દિવસ પહેલાં બજારમાં માર્કેટ સાવ ઠંડું હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. જોકે, ખરીદીનો આ ટ્રેન્ડ દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન આ પ્રમાણે જ જોવા મળતો હોય છે, જેમાં શરૂઆતમાં બજાર ઠંડી તથા દિવાળીના ગણતરીના દિવસો પહેલાં લોકો બજારમાં ઉમટી પડતા હોય છે. આ વખતે દિવાળી રવિવારે આવી હોવાથી પણ બજારમાં તેની અસર જોવા મળી હતી. આ ઉપરાંત શનિવારને કારણે બેંક પણ અડધો દિવસ હોવાથી બપોર બાદ બજારોમાં વધુ ભીડ જોવા મળી હતી.