• Gujarati News
  • Dhranga Of A Drunk Woman Talati Two Men Accused Of Dhamakavya

ધ્રંગના મહિ‌લા તલાટીને પીધેલા બે શખ્સે ધમકાવ્યાનો આક્ષેપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના ધ્રંગ ગામમાં તલાટી સહમંત્રી તરીકે ફરજ બજાવતાં એક મહિ‌લા કર્મચારી સાથે ગામના બે શખ્સે પીધેલી હાલતમાં આવીને ધમકાવ્યાનો આક્ષેપ થતાં ચકચાર વ્યાપી ગઈ હતી. આ શખ્સોએ મહિ‌લા કર્મચારી સાથે ખરાબ ભાષામાં વાત કરીને ઝઘડો કર્યા બાદ તેમનો સેલફોન પણ તફડાવ્યો હોવાની રાવ તાલુકા વિકાસ અધિકારીને થતાં આ મામલે આગામી સમયમાં ઘેરા પ્રત્યાઘાત પડે એવી પણ સંભાવના સેવાઈ રહી છે.

ધ્રંગમાં તલાટી સહમંત્રી તરીકે ફરજ બજાવતાં હર્ષાબેન ડાભીએ કહ્યું કે, તા.૧૪/પ/૨૦૧૩ના સવારે ૧૧ વાગ્યાની આસપાસ સામજી હીરા કોવાડિયા અને ધનજી કરસન કાઠેચા ગ્રામ પંચાયતમાં જૂના રેકર્ડની માગણી કરવા આવ્યા હતા.

હર્ષાબેને તેમને અરજી તથા ૭/૧૨ની નકલ રજૂ કરવા જણાવ્યું હતું. તલાટીએ કરેલા આક્ષેપ મુજબ આ બેય માણસે તેમની વાત પૂરી સાંભળ્યા વિના જ અપશબ્દો કહ્યા હતા અને પંચાયત બંધ કરી દેશું એવી ધમકી આપી હતી. બાદમાં તેમનું ધ્યાન ચૂકવીને ટેબલ પરથી તેમનો મોબાઇલ ફોન પણ ઉઠાવી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં મહિ‌લાએ કહ્યું કે, તેમણે સરપંચ મનજી કરવાને પણ વાકેફ કર્યા હતા અને તેમણે કરેલી ખરાઈ મુજબ શખ્સે દારૂના નશામાં ખોટું વર્તન કર્યાનું જણાઈ આવ્યું હતું.

અમે એફઆઇઆરની ચીમકી આપી છે: ટીડીઓ
ભુજના તાલુકા વિકાસ અધિકારી બી.કે. પંપાણિયાએ કહ્યું કે, આ બનાવ વિશે અમોને જાણ થઈ છે, જે લોકો સામે તલાટીબેને આક્ષેપ કર્યા છે, તે લોકોને અમોએ પોલીસ ફરિયાદની ચીમકી આપી છે. આ મુદ્દે અમે ભવિષ્યમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું.