પાકિસ્તાનથી આવેલા લોકોને રેફ્યુજીનો દરજ્જો આપો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ-ગુજરાતના સીમાવર્તી લોકોય ઇચ્છે છે...
નાપાક પાડોશી સામે સખતાઇ એ હવે સમયની માંગ છે


પાકિસ્તાન સાથેના સંબંધો પૂરા કરો એવા આપણી સંસદે નિંદા પ્રસ્તાવ જારી કર્યો છે ત્યારે પાકિસ્તાન સાથે કોઇને કોઇ રીતે નાતો ધરાવતા ગુજરાતના લોકોએ પણ તેની બર્બરતા સામે વધુ એક વખત રોષ વ્યક્ત કર્યો છે. એક તબક્કે વિઝા લઇને રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવતા પાકિસ્તાનીઓ સામે પ્રતિબંધની ચર્ચા વચ્ચે જેઓ પાકના ભયથી અહીં વસી ગયા છે તેમને હવે કાયમી આશ્રિત તરીકે દરજ્જો આપવામાં આવે તેવી માગ પણ પ્રબળતા પૂર્ણ ઉઠતી આવી છે. ૧૯૯૨ પછીના વિવાદિત ઢાંચા કેસ બાદ પાકિસ્તાનથી ભારત આવીને રાજકોટ, ઉત્તર ગુજરાત, અમદાવાદ તથા દેશના અન્ય ભાગોમાં મહેશ્વરી સમાજ સહિ‌તના લોકો વસી ગયા છે. તેમને હવે માઇગ્રેન્ટ નહીં પણ રેફ્યુજીનો દરજ્જો મળે તેવી અનિવાર્યતા દર્શાવાઇ છે. કારણ કે, તેમને અમુક મુદ્દાઓ વખતે પોલીસ કે તંત્ર ્ દ્વારા હેરેસમેન્ટ કરવમાં અવતા રહેવાથી પણ રાજય્માં કંટાળો ઉભો થાય છે. ટૂંકમાં, ત્યાંથી આવેલા અને મૂળ ગુજરાતીઓ પાકના ભયથી વ્યથિત તો છે પણ હવે ત્યાં જવાનું પણ મુનાસિબ નથી સમજતા એવું ચિત્ર પાકિસ્તાનીઓએ તેમની સાથેના વર્તન બાદ ઉભું થયું છે.

કચ્છ અને પાકિસ્તાનનો સામાજિક અને વ્યાપારિક સંબંધ તો વર્ષોથી છે, પણ ભાગલા પછી પાક તરફથી અનેક પ્રકારની કટુતા દર્શાવાઇ રહી છે. કચ્છ સીમાએથી થયેલાં ૧૯૬પ અને ૧૯૭૧ના યુદ્ધમાં પછડાટ ખાધા પછી પાકિસ્તાન કચ્છ સીમાએથી પ્રોકિસવોર ચલાવી રહ્યું છે. પહેલાં ઇલેકટ્રોનિકસ ગુડ્સ પછી સોનું- ચાંદી અને એ પછી જાલીનોટ, કેફીદ્રવ્યો, શસ્ત્રો અને વિસ્ફોટકો કચ્છની સરહદેથી ઘૂસાડતું રહ્યું છે. જાસૂસીના અનેક પ્રકરણ કચ્છમાં ખૂલ્યાં હતાં, સીમા પર ૭૦ ટકા ફેન્સિંગ થઇ ગયા પછી જોકે, ઘૂસણખોરી અને નાપાક પ્રવૃત્તિઓ અંકુશમાં જરૂર
આવી છે.

પાકિસ્તાન જેમ આપણી સાઇડ (કચ્છ, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં) જેમ નાપાક હરકતો કરતું રહ્યું છે તેમ તેની સાઇડ પણ હિ‌નતા દર્શાવતું રહ્યું છે. ત્યાં સિંધ, થરપારકર, નગરપારકરમાં વસતા હિ‌ન્દુઓ (કોળી, દલિત, સોઢા વગેરે)પર છૂપા દેખીતા જુલમ ચાલુ જ છે. ધર્માંતર માટેનું દબાણ હિ‌ન્દુ સ્ત્રીઓ સાથે ખુલ્લેઆમ દુવ્ર્યવહાર તેમજ માનવઅધિકારોનો સરેઆમ ભંગ થાય તેવી ઘટના આજેય બનતી રહે છે. એટલે જ વિભાજન પછીયે સેંકડો હિ‌ન્દુ પરિવારો ભારત હિ‌જરત કરવા ઇચ્છે છે, કેટલાક વિઝા પર આવીને અહીં જ રોકાઇ ગયા છે. કેમ કે, પાછા જવા માટે તેમનું મન બીલકુલ નથી. રાજકોટ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એવા સેંકડો હિ‌ન્દુ કુટુંબો છે, જેના પર પાકિસ્તાનીનું લેબલ ચોંટેલું છે. તેઓ ભારતને વતન બનાવવા માગે છે, પણ કાનૂન તેમને આડા આવે છે. પાકિસ્તાન તો તેમને પોતાના લેખતું જ નથી આમ, આવા હજ્જારો લોકો બેવતન બનીને ગુજરાતમાં પનાહ લઇ રહ્યા છે.

હવે પાકિસ્તાનની ઉપરાઉપરી ક્રૂર ગુસ્તાખીઓ પછી આપણી સરકાર કડક બને એવું લાગે છે, સંસદે પણ પાક સાથે સંબંધ પૂરા કરવા અવાજ ઉઠાવ્યો છે, ત્યારે આવા સેંકડો હિ‌જરતી હિ‌ન્દુઓ તેમને ભારતનું નાગરિકત્વ મળે એવું ઇચ્છી રહ્યા છે.

બાય ધવે, કચ્છનો પાકના સિંધ સાથેનો સારો-માઠો ઇતિહાસ તો ધરાવે જ છે. વધુમાં બલુચિસ્તાનમાં આવેલાં હિંગલાજ માતા મંદિરે દર વર્ષે સેંકડો યાત્રિકો કચ્છથી જાય છે. પાકિસ્તાનની નિમ્ન હરકતો વધી ગઇ છે, ત્યારે આ યાત્રિકોની પાકયાત્રા દરમિયાનની સુરક્ષાના મુદ્દે પણ ચિંતા ફેલાઇ છે.પાકિસ્તાનની ઇન્ટર સર્વિ‌સીસ ઇન્ટેલીજન્સ (આઇ.એસ.આઇ.) તેની નાપાક હરકતોને કારણે કચ્છમાં એટલી કુખ્યાત છે કે, અહીંના લોકોને હવે નામ'પોતીકું’ લાગે છે. એ જ રીતે રેન્જર્સ, મરીન સિકયુરિટી એજન્સી, ફીલ્ડ ઇન્ટેલીજન્સ યુનિટ જેવી પાકિસ્તાની એજન્સીઓ કચ્છ-ગુજરાતની ભૂમિ અને જળસીમાએ પોતાના કારનામા દેખાડતી રહી છે. એટલે જ કચ્છ સહિ‌ત ગુજરાતના સીમાવર્તી વિસ્તારો ઇચ્છી રહ્યા છે આ નાપાક પાડોશી સાથે આપણે સખતાઇથી વર્તીએ.

આશ્રિત માટેનું જ જાહેરનામું આવકાર્ય
૧૯૯૨ની વિવાદી ઢાંચાની ઘટના બાદ પ્રાથમિક વિઝા લઇને આવનારા મહેશ્વરી સમાજના લોકો વિવિધ મંજૂરીઓ બાદ લોંગ ટર્મ વિઝા લઇને અહીં વસતા થયા છે. રાજકોટ, સૌરાષ્ટ્રના અન્ય ભાગો , ઉત્તર ગુજરાત સહિ‌ત અંદાજે ૨૦૦થી વધુ મહેશ્વરી સમાજના પરિવારો રહે છે. આ તમામ લોકોપાકિસ્તાનની વર્તમાન સ્થિતિ અને તેમના પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થતા જુલમોના લીધે પરત જવા માગતા નથી. તેમને માઇગ્રન્ટના બદલે રેફ્યુજી તરીકેનો દરજ્જો મળે તો જરૂરી સુવિધાઓ પણ પ્રાપ્ય બને. આ માટે સિટીઝનના ૧૯પપના એકટ મુજબ નાગરિકત્વ માટે દેશના વિદેશ મંત્રાલય, રાજ્ય સરકાર, તેમજ ઇર્‍સ્લામાબાદ સુધી રજૂઆતો કરવામાં આવી છે. કે. જી . કન્નર , માજી જોઇન્ટ ડાયરેકટર, સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત