તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિથોણમાં કપાસના પાકમાં સૂકારો આવતાં ખેડૂતોની દિવાળી બગડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વિથોણમાં સૂકારો પાક દૃશ્યમાન થાય છે)
ભાવ નીચા અને ખાતર, દવા અને મજૂરી મોંઘી થતાં પડ્યા પર પાટુ
નખત્રાણા: નખત્રાણા તાલુકાના વિથોણ વિસ્તારમાં છેલ્લા દિવસોમાં કપાસના ઊભેલા પાકને ઓચિંતો સૂકારો આવતાં આ પંથકના ખેડૂતોની હાલત દયનીય થશે. એકબાજુ નવરાત્રિ ગઇ એમાં કિસાનોને વાડી, ખેતરો ઉપર રહેવું પડ્યું છે, ત્યારે 15 દિવસમાં આવનારી દિવાળી ધરતીપુત્રોની બગડે તેવી સ્થિતિ છે. એક બાજુ પૂરતો વીજ પુરવઠો નહીં મળતાં સમયસર પાણી ન મળ્યું, દર વર્ષ કરતાં આ વખતે કપાસના ધાર્યા ભાવો નથી, જેથી ખર્ચાઓ વધ્યા, મહેનત વધી, ભાવ નીચા જતાં આ વખતે ખેડૂતોને તહેવારોના ટાણે રાતા પાણીએ રોવાનો વારો આવે એવું લાગી રહ્યું છે. વિથોણ પંથકના ભડલી, થરાવડા, અંગિયા નાના-મોટા, દેવપર, ચાવડકા, મોરજર, આણંદસર સહિતના ખેડૂતોના હજારો એકરમાં કપાસનો ઉગેલો પાક બળી ગયો છે. એકબાજુ રાસાયણિક ખાતર અને દાળિયાની મજૂરી વધી ગઇ છે. ખેડૂત આગેવાન દિનેશભાઇ રૂડાણી અને શાંતિલાલ નાયાણીએ કહ્યું હતું કે, ખેડૂતો ચારે બાજુથી અત્યારે પીસાઇ રહ્યા છે. આવી પરિસ્થિત જો વધુ રહી, તો દિવાળીના મોટા તહેવારે હોળી જેવો તાલ હશે અને ધરતીપુત્રોના નાણાં મળશે નહીં તે ચોક્કસ છે.