પાણીની રામાયણ: ધારાસભ્ય પાણી મુદ્દે રાજકારણ ન રમે : કોંગ્રેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાણી પ્રશ્ને કોંગ્રેસી કાઉન્સિલરોએ અવાજ ઉઠાવ્યો છે, ત્યારે તેને નાટક કહેનારા નીમાબેન આચાર્ય સામે વિપક્ષ લાલઘૂમ
- ધારાસભ્ય માફી માગે, નહીં તો ૩૧મીએ તેમના પૂતળાંનું દહન કરાશે

ભુજમાં એકતરફ લોકોને પાંચ દિવસે પાણી મળે છે. લોકોના મોરચા સુધરાઇ પર આવે છે, તે વચ્ચે સત્તાપક્ષ હાથ પર હાથ ધરીને બેઠો છે, ત્યારે કોંગ્રેસ છેલ્લા એક અઠવાડિયાથી આ મુદ્ે સુધરાઇ સામે બાંયો ચડાવીને લોકહિ‌તમાં રજૂઆત, ધરણા સહિ‌તના કાર્યક્રમો આપી રહી છે, ત્યારે આ વિરોધને વિપક્ષનું માત્ર નાટક કહેનારાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સામે કોંગ્રેસે રોષ ઠાલવીને તેઓ લોકોની પીડાની મજાક કરવાનું બંધ કરીને પાણી જેવા મુદ્ે રાજકારણ રમવાનું બંધ કરે તેવી તાકીદ કરી હતી. જો તેઓ માફી નહીં માંગે, તો તા.૩૧મીના બપોરના કોંગ્રેસ દ્વારા તેમના પૂતળાંનું દહન કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.

આ મુદ્ે વિપક્ષ દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નીમાબેન ભુજમાં રહેતાં હોય, તો તેમને ખબર હોય ને પાણી ક્યારે નસીબ થાય છે, તેઓને તો માત્ર ગાંધીધામથી ગાંધીનગરનો જ રસ્તો માલૂમ છે. તેઓ ભુજમાં એક માસ પણ પૂરો રહ્યાં નથી તેમજ હાલે લોકોની પીડા જાણવાના બદલે પીડા વધારી રહ્યાં છે. સત્તાપક્ષના નેતા ખુદ કબૂલ કરે છે કે, અમને પાણી ઓછું મળે છે, તેથી સમસ્યા તો છે જ, તો બીજીતરફ તેમના ધારાસભ્ય એમ કહે છે કે, ૩૪ એમએલડી પાણી મળે છે. એટલ કે, ૩.૪૦ કરોડ લિટર. આમ, ભાજપના જવાબદારો વચ્ચે જ સમવન્ય નથી, જેનો ભોગ લોકો બની રહ્યા છે.

ધારાસભ્યના કહેવા મુજબ જો આટલું પાણી મળતું હોય, તો ભુજની જરૂરિયાત રોજની ૨.૪પ કરોડ લિટર છે, તે પ્રમાણે તો પાણીની તંગી હોવી જ ન જોઇએ, તો-તો હાલે જે સ્થિતિ તો બાકીનું ૧.૧પ કરોડ લિટર પાણી કોણ વેચી રહ્યું છે, તેનો નીમાબેન જવાબ આપે તેવું જાડેજાએ જણાવ્યું હતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે, આવા બેજવાબદાર નિવેદનો જે લોકોની પીડાની મજાક સમાન છે, તે બદલ એક દિવસમાં માફી માગે, નહીં તો સુધરાઇ બહાર બપોરે ૧૨ વાગ્યે નીમાબેનના પૂતળાંનું દહન કરાશે.