ટપ્પરમાં કોંગ્રેસના મિલનમાં આયોજનના અભાવે અવ્યવસ્થા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાસ મહેમાન તરીકે આવેલા સાંસદે પણ સૂચક ટકોર કરી આવનારી ચૂંટણીમાં બહુમતીથી જીવતા ભાજપ અને કોંગ્રેસ અત્યારથી જ દિવસ-રાત એક કરી રહ્યા છે, ત્યારે અંજાર તાલુકાના ટપ્પર ગામે કોંગ્રેસ યોજિત કાર્યકર મિલનમાં આયોજનના અભાવે અવ્યવસ્થા સર્જા‍તાં અતિથિ તરીકે આવેલા સાંસદે પણ સૂચક ટકોર કરી હતી અને સંભવત: મનોમન એવું પણ વિચાર્યું હતું કે, જો પક્ષમાં શિસ્ત નહીં હોય તો ગાંધીનગરની ગાદીએ કેમ પહોંચી શકાશે. ટપ્પર ખાતે યોજાયેલા મિલનમાં ૨પ૦૦ કાર્યકર ઉપસ્થિત રહેવાના હતા તેના બદલે એક હજાર જેટલા હાજર રહ્યા હતા. સ્ટેજ માટે પડાપડી થઇ હતી, જયારે નીચે ખુરશીઓ ખાલી પડી હતી. સ્થાનિક નેતાઓના ભાષણોથી બોર થઇ લોકો ઊભા થઇ જમવા જતા રહ્યા હતા, જેને કારણે જે ભાષણો કરતા હતા તેને ઇશારો કરી પૂરું કરવા પણ જણાવાતું હતું. આયોજનના અભાવની સૂચક ટકોર કરનારા કોંગ્રેસના વિક્રમ માડમે પ્રવચન ચાલુ કર્યું ત્યારે શાંત ચિતે તેમને સાંભળ્યા હતા અને એક એક વાતમાં તાળીઓ વાગી હતી, પણ તેમનો વારો આવ્યો, ત્યારે જમણવાર શરૂ થયો હતો. જિલ્લા પ્રમુખ વી.કે.હુંબલ તેમજ ઉષાબેન ઠક્કરે વકતવ્ય આપ્યું, ત્યારે કાર્યકરો ભોજન આરોગવામાં મશગૂલ બન્યા હતા. રૂપા ચાડે ઓવરલોડનો મુદ્દો ઉછાળ્યો હતો. મુખ્ય મહેમાનને પગથિયે બેસવું પડયું સ્ટેજ ઉપર એટલી ભીડ હતી કે, કાર્યક્રમના ખાસ મહેમાન સાંસદ વિક્રમ માડમ તથા માજી સાંસદને પગથિયાં પાસે બેસવાનો વારો આવ્યો હતો. હું છું નાનો, પણ બોલીસ મોટું ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ મોરારિ શર્માનું ભાષણ ચાલુ હતું અને પૂરું કરવાનું કહેવાતાં તેમણે તુરંત 'હું દેખાવે છું નાનો, પણ મારું ભાષણ મોટું છે’, તેવું કહ્યું હતું. કોંગ્રેસમાં પણ પરિવારવાદ જિલ્લા ભાજપમાં પરિવારવાદ છે તેવું કોંગ્રેસવાળા કહે છે, તો કોંગ્રેસમાં પણ એવું જ છે એવો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.