તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ મોદીને દારૂ ભેટમાં આપશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કચ્છમાં ૧પમી ઓગસ્ટ સુધીમાં દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ નહીં થાય તો
- ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે ચકમક ઝરી


રાજ્યમાં કડક કાયદો અમલી બની ગયો હોવા છતાં કચ્છમાં સર્જા‍યેલા લઠ્ઠાકાંડના વિરોધમાં ભુજની કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસી આગેવાનોએ આગામી ૧પમી ઓગસ્ટે કચ્છ આવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દારૂની કોથળીઓ ભેટ આપવાની વાત કરતાં કલેક્ટર અને કોંગ્રેસીઓ વચ્ચે ચડભડ થઇ ગઇ હતી.

આ બનાવની મળતી માહિ‌તી મુજબ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, ત્યારે ભુજના જાગૃત નગરસેવક મહેન્દ્ર ઠક્કરે કલેક્ટરને રજૂઆત કરી હતી કે, આગામી ૧પમી ઓગસ્ટ સુધીમાં જો કચ્છમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા બંધ કરાવવામાં નહીં આવે તો ૧પમી ઓગસ્ટના રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માટે આવનારા નરેન્દ્ર મોદીને વિદેશી દારૂની બોટલો અને દેશીદારૂની થેલીઓ કચ્છની મહિ‌લાઓને સાથે રાખીને આપવામાં આવશે.

આ ઉપરાંત આ દારૂ કયાંથી ખરીદવામાં આવ્યો છે તે અડ્ડાના નામ-સરનામા પણ મુખ્યમંત્રીને આપવામાં આવશે એવું કહેવામાં આવતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, જો આમ કરશો તો તે ગુનો બનશે. આનો વળતો જવાબ આપતાં ઠક્કરે કહ્યું હતું કે, કચ્છની પોલીસ હપ્તાખાઉ છે. નાનો-મોટો હપ્તો લઇને મને અને મારા સાથીદારોને છોડી મૂકશે.

પોલીસની સાંઠગાંઠ બંધ કરાવો

જિલ્લા કોંગ્રેસે આજે કલેક્ટરને દારૂના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે, જ્યારે પણ દારૂ પકડાય છે, ત્યારે બૂટલેગર નથી પકડાતો, જે પોલીસની સાંઠગાંઠ દર્શાવે છે. જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. દિવસા-દિવસ કચ્છમાં સ્થિતિ ખરાબ થતી જાય છે. આ વિરોધ કાર્યક્રમમાં વી.કે. હુંબલ, આદમ ચાકી, રાજેન્દ્રસિંહ જાડેજા, રવીન્દ્ર ત્રવાડી, રાજેશ ત્રિવેદી સહિ‌તના કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.