તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'મોદીની છબી ઝળકતી રાખવા ઝેરી શરાબ પ્રકરણ દાબી દેવાયું'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો આક્ષેપ : કચ્છ જિલ્લામાં બૂટલેગર, ભૂમાફિયાઓને છૂટા દોર જેવી સ્થિતિ

ભચાઉમાં ઝેરી શરાબ પ્રકરણમાં વધુ નુકસાની થઇ હોવા છતાં મુખ્યમંત્રીની છબીને ઝળકતી રાખવા માટે પોલીસ આ કાંડને દબાવી રહી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમ બી. ચાકીએ કર્યો હતો. એક અખબારી નિવેદનમાં ચાકીએ જણાવ્યું હતું કે, ભચાઉમાં ઝેરી શરાબકાંડમાં કચ્છના બૂટલેગરોની પોલીસ લાજ કાઢી રહી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતાં તેમણે પોલીસ પર આ આક્ષેપ કર્યા હતા.

આ ઉપરાંત કચ્છમાં છેલ્લા પાંચ મહિ‌નાથી પુરવઠા તંત્રની સલાહકાર સમિતિની બેઠક પણ મળી નથી, આથી કચ્છના ગરીબ શ્રમજીવી વર્ગના રાશનના પ્રશ્નો પણ પુરવઠા તંત્રની બેદરકારીથી લટકી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આમઆદમીના વિકાસની ભાજપની જાહેરાતો પોકળ અને દંભી છે એવો સ્પષ્ટ આક્ષેપ કરતાં ચાકીએ જણાવ્યું કે, કચ્છનું વહીવટી તંત્ર બૂટલેગર, કાળાબજારિયા અને ભૂમાફિયાઓના ઇશારે આમઆદમીનો અવાજ દબાવી રહ્યું છે. તેમના કહેવા મુજબ ભાજપના રાજમાં ચારેતરફ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દેખાઇ રહ્યા છે. લોકોને ખોટા વિકાસના ચશ્મા પહેરાવીને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે.