કોમી એકતા : દરગાહ પર ચાદર અને હનુમાનજીને તેલ ચઢાવાયું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં સમેજાપીર દરગાહના ઉર્ષની અનોખી ઉજવણી હઝરત સમેજાપીર દરગાહ કમિટી દ્વારા હઝરત સમેજાપીર દરગાહ શરીફના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂની મામલતદાર કચેરી પ્રાંગણમાં આવેલી દરગાહ ઉપર ચાદર ચઢાવાઇ હતી, તો હનુમાનજીને તેલ ચડાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડવોકેટ અમીરઅલી લોઢિયા, શંકરભાઇ સચદે, મામદ સિધિક જુણેજા, યાકુબભાઇ ખત્રી, પ્રબોધ મુનવર, માલશી માતંગ, અર્જુનસિંહ જાડેજા, દીપકભાઇ પંડયા, આરીફ રાઠોડ, અનવર નોડે, શાહીદ સમેજા, રફીકબાવા હાજર રહ્યા હતા. પ્રારંભે રફીક નોતિયારે મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જ્યારે ઝહીર સમેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ કોમી એકતા અનુરૂપ કાર્યક્રમને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં. સંચાલન ભદ્રેસ મહેતાએ જ્યારે આભારદર્શન સલિમ અબડાએ કર્યું હતું. વ્યવસ્થા જુમા સમેજા, મહેન્દ્ર બાયડ, સુલતાન ખલીફા, કાસમ સમેજા, હુસેન ચાકી, સલીમ સુમરા, રાજુભાઇ ગુસાઇએ સંભાળી હતી.