અનોખું સ્વચ્છ ભારત: હરિયાણાથી કચ્છ પહોંચ્યું કચરા"ફેંક મત' અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાર્યકરો દ્વારા ભુજમાં કાર તથા રિક્ષા ચાલકોને થેલી આપવામાં આવી હતી.)
- છ હજાર કિમી ફરી અને 20 શહેરમાં અપાશે કેનવાસ બેગ
- સ્વચ્છ ભારત અભિયાનમાં સંસ્થાનું સ્તુત્ય કામ
ભુજ: ભારત ના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન માં હરિયાણા ના ગુડગાંવના યુવાનોએ અનોખી રીતે પ્રવૃતિ શરૂ કરી અને સહકાર આપ્યો છે. કચરો સાફ કરવાને બદલે કચરો રસ્તા પર ફેંકવાને બદલે એક કેનવાસની બેગમાં કચરો એકઠો કરવો જેથી રસ્તા પર ક્યાંય કોઇ કચરો જ ન દેખાય.

તા. 19 નવેમ્બરથી ગુડગાંવથી સ્વખર્ચે ત્રણ રાજ્યને પસાર કરી આવેલા એક્ષ્પેડીશન ફોર કઉઝ ન નીરજ દૈયા અને તેની ટીમે કચ્છ પહોંચી છે. તેમના અ સંસ્થા એ વડાપ્રધાન ની વિચાર ધારા ને અલગ રીતે અમલી કરી છે. નીરજ ના જણાવ્યા પ્રમાણે કચરાને સાફ કરવામાં જો જનજાગૃતિના અભાવે ફરી ફરી ને લોકો કચરો કરે અને તંત્ર કે એનજીઓ સાફ કરે.
આ ઉદેશને લઇ ને ગુડગાંવથી નીકળીને જયપુર, ભીલવાડા, અમદાવાદ,અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ, દ્વારકા,પોરબંદર, જામનગર થઇ ને ભુજ આવ્યા છે. શુક્રવારે ધોળાવીરા થઇને રાજસ્થાન બાડમેર,બિકાનેર, જૈસલમેર, શ્રી ગંગાનગર અને અમૃતસર જશે. નવદીપસિંઘ ના જણાવ્યા મુજબ આપણા દેશ માં ઘણા પ્રવાસીઓ આવે છે.