સિટી બસના રૂટમાં કાપ મૂકાતાં શહેરીજનો નારાજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી સેવાઓ શરૂ થાય તેવી લાગણી વ્યકત કરાઇ

ભુજના લોકો માટે ધોરીનસ સમાન બની ગયેલી શહેરી બસ સેવામાં કાપ મુકાતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રુટો ઘટાડવાને બદલે નવા શરુ થાય તેવી લાગણી પણ વ્યકત કરાઇ છે. આ અંગે સંચાલક પણ હકારાત્મક હોવાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ છેલ્લા એકાદ મહિ‌નાથી ભુજની સિટીબસ સેવા ખોડગાતી ચાલી રહી છે. લગભગ તમામ સ્થળોએ જતા રુટો અડધા કરી નખાયા છે. જો કે તેના પાછળ ભાડા વધારો નહીં થતો હોવાનું કારણ જવાબદાર છે. સિટી બસ સેવાનો નિયમિત લાભ લેતા પરીનભાઇના જણાવ્યા મુજબ અગાઉ અમને દર અડધા કલાકે બસો મળતી હતી પણ હવે તે એક કલાકે થતાં નછુટકે મોઘાં ભાડાં ખર્ચીને રીક્ષા કે છકડામાં જોખમી રીતે જવું પડે છે. અન્ય એક પ્રવાસી ચન્દ્રકાંતભાઇએ કહયું કે સારી સેવા મળી રહી છે તેમ છતાં રુટો કેમ ઘટાડી નખાયા તે સમજાતું નથી.

ઉલ્લેખનીય છે કે, એક અંદાજ મુજબ રોજના પ,પ૦૦થી વધુ મુસાફરો આ સેવાનો લાભ લે છે.

સર્ક્યુલર રૂટ જરૂરી

ભુજ આખા શહેરને આવરી લેવા તેવી સેવા શરુ થાય તેવા સુચનો કેટલાક જાગૃત નાગરીકો દ્વારા કરાયાં છે. હજુ નગરના કેટલાક વિસ્તારો એવા છે કે જયાંથી અન્ય સ્થળે જવું હોયતો બે બસ બદલવી પડે છે તેના બદલે જો ગોળાકાર રુટ શરુ થાય તો તે આર્શિ‌વાદરુપ બની રહે.