પાણીનો મોરચો આવ્યો અને ચીફ ઓફિસર હાજર પણ મળ્યા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાણીને મુદ્દે નગરપાલિકામાં લોકો મોરચો લઇને આવે તે વાત હવે નવી રહી નથી. મંગળવારે આદિપુરના મણીપુર વિસ્તારમાંથી કેટલાક લોકો પાણીના મુદ્દે મોરચો લઇને ગાંધીધામ નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટનામાં સમાચાર એ છે કે, લોકો મોરચો લઇને આવ્યા, ત્યારે પાલિકાના ચીફ ઓફિસર કચેરીમાં હાજર હતા.

ગાંધીધામ નગરપાલિકામાં લોકો જ્યારે પણ પોતાની સમસ્યાને લઇને રજૂઆત કરવા આવે છે, ત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં મુખ્ય અધિકારી જિગર પટેલ હાજર હોતા નથી. કદાચ એવું બને કે, સીઓને તેજ વખતે કોઇ કામ આવી પડતું હશે, પરંતુ મંગળવારે સીઓ હાથોહાથ ઝલાઇ ગયા હતા, જ્યારે લોકો પાણીને મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા.