તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યબ્રહ્મલોકમાં સંચાલક સ્વામીએ મુખ્યદાતા સાથે કરી છેતરપિંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાલજી હિ‌રાણીનો શાસ્ત્રી સ્વામી પર આક્ષેપ

સુખપર નજીક આવેલી દિવ્યબ્રહ્મલોક ગ્લોબલ એકેડમીમાં સંચાલક સ્વામી દ્વારા સંસ્થાના સ્થાપકને હાંસિયામાં ધકેલી દઇને તેમના ખાતામાંથી ઉચાપત કરવા, વ્યભિચાર આચરવા તથા સંસ્થા પર માલિકી હક્ક જમાવી લેવા સહિ‌તના સણસણતા આક્ષેપો આજે ભુજમાં બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં સ્થાપક દાતા લાલજી મેઘજી હિ‌રાણી દ્વારા કરવામાં આવ્યા હતા.

લાલજીભાઇ દ્વારા સ્વામી વી.વી.શાસ્ત્રી પર આક્ષેપ કરાતાં જણાવાયું હતું કે, હું વિદેશમાં રહેતો હોવાથી શાળાનો વહીવટ સારો ચાલી શકે તે માટે શાસ્ત્રી સ્વામીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મેં નિમણુંક કરી હતી, પરતું મારી ગેરહાજરીમાં શાસ્ત્રીએ ટ્રસ્ટ બનાવી નાખીને મને માત્ર તેમાં ટ્રસ્ટી તરીકે ગણાવી દઇને ૯ વર્ષ અંધારાંમાં રાખ્યો, શાળાને ૩ એકર જેટલી જમીન તથા ર કરોડ જેટલી રકમ મેં આપી છે. મારા સાઇન કરેલા ચેકનો ગેરઉપયોગ કરીને ૪ લાખની ઉચાપત કરી છે, જે પૈસા સ્વામીના ભાઇ ભીમજીભાઇ તથા શાસ્ત્રી સ્વામીના જોઇન્ટ ખાતામાં ગયા છે. આ મુદ્ે મેં કેસ પણ દાખલ કર્યો છે.