તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂકંપગ્રસ્ત ન હોય તેને દુકાનોની લ્હાણી કરનારા ભાડા સામે કેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લા કલેક્ટર, ભાડા ચેરમેન તથા મુખ્ય અધિકારી અને શહેરી વિકાસ મંત્રાલયને શહેરના એક નાગરિકે હાઇકોર્ટમાં ઘસેડયા
- ૨૩ જણને નિયમોને નેવે મૂકીને દુકાનો આપવા મુદ્દે તપાસ થાય, તે માગણીમાં તંત્રે ૩ વર્ષ સુધી દાદ ન આપી


ભૂકંપગ્રસ્ત વેપારીઓના પુનવર્સન માટે ભૂકંપબાદ નવી બનેલી ચાર રિલોકેશન સાઇટમાં શોપિંગ સેન્ટર બનાવાયાં હતાં, પરંતુ તેમાં જેઓ ભૂકંપગ્રસ્ત ન હતા તેવા ૨૩ જણને દુકાનોની લ્હાણી ભાડા દ્વારા કરી દેવાતાં આ મુદ્દે તપાસ તથા ખરા લાભાર્થીઓને ન્યાય આપવા ત્રણ વર્ષ સુધી કલેક્ટર, ભાડા તથા શહેરી વિકાસ મંત્રાલયમાં રજૂઆત કરવા છતાં કોઇ દાદ ન અપાતાં હવે આ તમામ વહીવટીતંત્રના જવાબદારોને ભુજના શંશિકાત ઠક્કર દ્વારા હાઇકોર્ટમાં ઘસેડાયા છે.

આ અંગે ઠક્કરે માહિ‌તી આપતાં જણાવ્યું હતું કે, ૧પ/૯/૦પના જી.આર. પ્રમાણે દુકાનો કેવી રીતે ફાળવવી તેની નીતિ નક્કી કરાઇ હતી, પરંતુ ભાડાએ નિયમો નેવે મૂકીને ચાર વાર કરેલી હરાજીમાં ૮૪ દુકાન જે ફાળવી તેમાં ૨૩ એવી વ્યક્તિને દુકાનો આપી છે, ભૂકંપગ્રસ્ત નથી. આ માહિ‌તી પણ માહિ‌તી અધિકાર હેઠળ માગતાં તેમાં આ પોલ ખૂલી હોવાનું તેમણે ઉમેર્યું હતું. કલેક્ટર, ભાડાના ચેરમેન તથા મુખ્ય અધિકારી, શહેરી મંત્રાલય તેમજ સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દે તપાસ કરવા રજૂઆત કરવા ત્રણ વર્ષ સુધી લેખિત રજૂઆતો છતાં કોઇ ધ્યાન અપાયું નથી, જે ૨૩ વેપારીને દુકાનો અપાઇ છે, તેમાં એક કેસ એવો છે, જેમાં એક જ કુટુંબની પાંચ વ્યક્તિને દુકાનો અપાઇ છે, બીજા કેસમાં એક કુટુંબની ત્રણ વ્યક્તિ, તો ત્રીજા કિસ્સામાં બે વ્યક્તિને દુકાનોની લ્હાણી કરાઇ છે.

જે હાથગાડી ચલાવતા હતા તેને દુકાનો અપાઇ છે. જે વેપારીઓને રાહતભાવે જથ્થાબંધ બજારમાં દુકાનો મેળવી છે, તેઓને પણ આ સેન્ટરોમાં દુકાનો ફાળવાઇ છે, તેથી આ મુદ્દે ખરા હક્કદારોને ન્યાય મળે, તે માટે હાઇકોર્ટમાં તમામ અધિકારીઓ સામે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ૮૬૦/૩ દાખલ કરી તપાસની માગણી કરાઇ છે.

શું હતા જી.આર. પ્રમાણેના નિયમો?

આ જી.આર. મુજબ ટી.પી. સ્કીમ, ડી.પી. સ્કીમ અને પાલિકાના લીઝધારક હોય અને તેની દુકાન કપાતમાં ગઇ હોય, તો જ તેને ભૂકંપગ્રસ્ત ગણવો.