ભુજમાં પુરઝડપે જતી કારે ગાય-વાછરડીને અડફેટે લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભીડ નાકા બહાર કાર પલ્ટી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો.પણ ગાય-વાછરડું વચ્ચે આવી જતા મોત નિપજ્યા હતા.)

-ગાયનું મોત : કાર પલટી ખાઇ જતા ડ્રાઇવર સાથેનો યુવાન ઘવાયો

ભુજ: ભુજ શહેરમાં ભીડનાકા બહાર મંગળવારે વહેલી સવારે પૂરઝડપે જતી એક કારે ગાય અને વાછરડીને અડફેટે લીધા હતા. ગંભીર ઇજાને કારણે ગાયનું ઘટનાસ્થળે મોત થયું હતું, કાર પલટી ખાઈ જતાં ડ્રાઇવર સાથેનો યુવાન ઘવાયો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ભીડનાકા બહાર દાતણિયા વાસ પાસે મંગળવારે વહેલી સવારે ત્રણ વાગ્યે આ બનાવ બન્યો હતો. ભુજનો ભારત મોહન વેરવાની તેના મિત્ર સાથે કારમાં જતો હતો, એવામાં તેના મિત્રે ગાય અને વાછરડીને અડફેટે લીધા હતા. ગંભીર ઇજાઓથી ગાયે સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે વાછરડી ઘવાઈ હતી. બન્ને ઢોર સાથે કાર અથડાયા બાદ ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં ભારત પણ ઘવાયો હતો.

રોજ રાત્રે ઢોરનો રસ્તા પર અડીંગો !
ભીડનાકા પાસે રોજ રાત્રે સેંકડો ગાય-વાછરડા છૂટા ફરતા હોય છે. મોડી રાત્રે રસ્તા પર ધણ ફરતા હોવાથી સીમાડા જેવો માહોલ જોવા મળે છે. એવા સમયે કોઇ વાહન પસાર થાય ત્યારે અકસ્માતનો ભય ઊભો થયા વિના રહેતો નથી.