તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૧૨/બીમાં શોર્ટ સર્કિટની આગથી વીમા કંપનીની ઓફિસ બળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલિકાના ફાયર ફાઇટરે આગ ઓલવી તે પહેલાં ખાનગી વીમા કંપનીના દસ્તાવેજો અને ફાઇલો બળી ગયા

ગાંધીધામના ર્વોડ ૧૨/બીમાં મંગળવારે શોર્ટ સર્કિટના કારણે એક બિલ્ડિંગમાં આગનું છમકલું થયું હતું. ખાનગી વીમા કંપનીની ઓફિસમાં લાગેલી આ આગને બૂઝાવવા માટે ગાંધીધામ નગરપાલિકાનું ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. જોકે, આ આગને બૂઝાવવામાં આવે તે પહેલાં જ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીની કેટલીક ફાઇલો તેમજ દસ્તાવેજો બળી ગયા હતા. આગના છમકલાંનું પ્રમાણ નાનું હોવાને કારણે પાલિકાના ફાયર ફાઇટરે તેને કાબૂમાં પણ કરી લીધું હતું. જોકે, આગના કારણે કેટલું નુકસાન થયું તે જાણી શકાયું ન હતું.