• Gujarati News
  • Brahmasamajana Chatrone Other Areas With Higher Education Have Come To Call

બ્રહ્મસમાજના છાત્રોને ઉચ્ચ અભ્યાસ સાથે અન્ય ક્ષેત્રે આગળ આવવા હાકલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારમાં સારસ્વત બ્રા?ણ મહાસ્થાન યોજિત સમારોહમાં જ્ઞાતિના ૧૨૦ છાત્રનું બહુમાન કરાયું તે વેળાએ અભ્યાસની સાથે અન્ય ક્ષેત્રે આગળ આવવા હાકલ કરાઇ હતી.

સમારંભના દાતા અને અધ્યક્ષ અમ્રતલાલ હીરજી પંડયા, નરોત્તમભાઇ શીવજી જોષી, યોગેશભાઇ રતિલાલ જોષી, જિજ્ઞેશ જોષી, રશ્મિન પંડયા, નરેશ જોષી, આદિપુરના પ્રમુખ ઉમેદભાઇ કે. જોષી, માંડવીના પ્રમુખ મયૂરભાઇ જોષી, જગદીશભાઇ ધોલી, ભગવતીભાઇ દવે, કિશોરભાઇ જોષી, ત્રિકમભાઇ આહિર, વસંતભાઇ કોડરાણી, મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન પ્રફુલ્લભાઇ જોષીએ દીપ પ્રાગટÛ સાથે સમારોહ ખુલ્લો મુકયો હતો.

મહેમાનોનુ શબ્દો દ્વારા સ્વાગત કર્યા બાદ મહેમાનોનું ફુલહાર સાથે શાલ, પ્રાસંગિક પ્રવચન પંડયા પ્રફુલ્લભાઇ દ્વારા કરવામાં આવ્યા બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. મહેક મનીષભાઇ જોષીએ કરાટેમાં રાષ્ટ્રીય લેવલે ગોલ્ડ મેડલ મેળવતાં વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

યુવા એડવોકેટ હેતલકુમાર સોનપાર અને આશિષભાઇ પંડયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નિતિન જોષી, પ્રવીણ કાશીરામ, જોષી શૈલેશ, હસમુખભાઇ, ભાવેશ જોષી, વિજય મણશિંકર, સાગર જોશી, ઉ.પ્રમુખ જોષી વિનય નરેશભાઇ, મંત્રી જોષી તેજસ, પ્રવીણભાઇ પંડયા, સુહાસ રાજેન્દ્ર, જોષી કલ્પેશ, રાડિયા રાજેશ દામોદર, જોષી જિગર વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન પરેશ જોષી સાથે મેહૂલ પંડયાએ અને આભારવિધિ નિતિન કે. જોષીએ કર્યા હતાં.