• Gujarati News
  • Blast In Hydrogen Plant In Mithirohar Of Gandhidham Tauka Total 4 Burnt And 2 Serious

મીઠીરોહર હાઇડ્રોજન પ્લાન્ટમાં બ્લાસ્ટ, કામદારો દાઝ્યા બેની હાલત ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટના 2 દિ' છૂપાવી, હાઇડ્રોજન પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો
પોલીસે પણ ઘટના આડે બે દિવસ પડદો પાડી રાખ્યો
ભુજ: ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં આવેલી એક કંપનીમાં બે દિવસ પહેલાં રાત્રિ દરમિયાન થયેલા અકસ્માતમાં 4 કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં બેની હાલત ગંભીર જણાતાં તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે પોલીસે પણ ઘટના આડે બે દિવસ પડદો પાડી રાખ્યો હતો !
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીઠી રોહરમાં આવેલી રુચિ સોયા સનશાઇન નામની કંપનીમાં ગત શુક્રવારે મોડી રાતે બનેલા બનાવમાં પુષ્પેન્દ્રસિંહ રઘુનાથસિંહ ચૌહાણ(24), જીતેન્દ્ર રતનાજી (23), કૈલાસ મોતીલાલ બંજારા(18) અને જીતેન્દ્ર રતનલાલ(22) દાઝ્યા હતા. રાત્રે એકથી દોઢ દરમિયાન હાઇડ્રોજન પ્લાન્ટમાં ધડાકો થતાં ઘાયલ ચારેયને સારવાર માટે આદિપુરની જૈન સેવા સમિતિની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શનિવારે વહેલી સવારે ચારેય દાખલ થયા બાદ ગાંધીધામ બી ડિવિઝનમાં જાણવા જોગ દાખલ થઈ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘાયલ પૈકીના પ્રથમ બેની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી કંપનીમાં બનાવ બન્યો હોઈ પોલીસે શનિ-રવિવાર દરમિયાન ઘટના પર ઢાંકપિંછોડો કર્યો હોવાની પણ શંકા સામે આવી હતી.