• Gujarati News
  • Bite Bee In Ashapura Nothing Fair In Traya Ashapura Flying Bee In Flight

લોકો ઉત્સાહથી મેળામાં પધાર્યા, પણ પછી ભાગવા લાગ્યા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાર-પાંચ લોકોને કરડી : માત્ર ૨૦ મિનિટમાં મેળો વિખેરાયો

સોમવારે અખાત્રીજની તિથિરૂપે ભુજ તાલુકાના ત્રાયા ગામ નજીક આવેલાં આશાપુરાધામ ખાતે ભરાયેલા પાંચ ગામના મેળામાં અચાનક મધપૂડામાંથી ઝેરી માખી ઉડતાં ભાવિકોમાં નાસભાગ મચી હતી. બે-ચાર લોકોને ડંખ મારતાં ભય ફેલાયો હતો.

દર વર્ષે અખાત્રીજના ઉજવાતા મેળાની પરંપરા અનુસાર સોમવારે પણ ત્યાં લાખોંદ, કાળીતલાવડી, ત્રાયા, રાયધણપર, ગળપાદર ગામોમાંથી ૧૦૦૦થી વધુ ભાવિક ઉમટયા હતા. સવારના માંડ મેળાની રંગત જામે એ પહેલાં મંદિરના પરિસરમાં આવેલા મોટા ઝેરી મધપૂડામાંથી ઝૂંડ અચાનક ઉડતાં લોકો ગભરાયા હતા. નાસભાગ મચતાં કેટલાય લોકોએ ગામ ભણી દોટ મૂકી હતી. કેટલાય બાજુના વાડી ખેતરોના સેઢા ઓળંગી ગયા હતા, તો અમુક લોકોના જણાવ્યાનુસાર તેઓ દોડતા દોડતા ૨-૩ કિ.મી. કાપી ઝેરી મધના ડરના માર્યા પાછા ગામમાં પહોંચી ગયા હતા. ત્યાર બાદ માતાજીનો પ્રસાદ સ્થળાંતરિત કરી આસપાસમાં આવેલી વાડીમાં લઇ આરોગ્યો હતો.

સવારના ભાગમાં માતાજીના દર્શન કરતા ભાવિકો. જોકે, મધમાખીના હુમલામાં નાસભાગ બાદ મેળો જાણે ફિક્કો પડી ગયો હતો - રોનક ગજ્જર