બાયોમેટ્રિક કાર્ડ વિના જખૌના માછીમારો હેરાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાયોમેટ્રિક કાર્ડ વિના જખૌના માછીમારો હેરાન
- ૨૨ લાખ પૈકી હજુ સુધી બે લાખ કાર્ડ ઇસ્યૂ થયા છે
- માછીમાર એસો. દ્વારા સમસ્યા નિવારવા માંગ : મત્સ્યોદ્યોગ વિભાગે કસ્ટમના કાર્ડ પર મંજૂરી આપવાનું શરૂ કર્યું

જખૌ : સરકારે માછીમારી માટે સાગરખેડૂ પાસે બાયોમેટ્રિક કાર્ડ ફરજિયાત હોવાનો નિયમ બનાવ્યો છે, પણ અત્યાર સુધી ૨૨ લાખ પૈકી માંડ બે લાખ જેટલા માછીમારને આ કાર્ડ ઇસ્યૂ કરાયા છે. આ સમસ્યાનો સામનો કરી રહેલા જખૌના માછીમારો પાસે કાર્ડ ન હોતાં મુશ્કેલીમાં મુકાયા છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિ‌તી મુજબ કોસ્ટગાર્ડના આઇ.જી.એ બાયોમેટ્રિક કાર્ડ વગર દરિયો ખેડવાની મનાઇ ફરમાવતાં આ બાબતે ગુજરાત રાજ્યના સભાના સભ્ય ચુનીલાલ ગોહિ‌લની દરમિયાનગીરી દિલ્હી સુધી રજૂઆત કરાઇ છે.
પણ આજ સુધી ફિશરિઝ ડિપાર્ટમેન્ટે માછીમારી માટે ટોકન ઇસ્યૂ કર્યા નથી. રાજ્યસભાના સભ્ય તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તુલસી ગોહિ‌લ પાસે માછીમારોની રોજગારી ચાલુ થાય એવી માગણી જખૌ બંદરના પ્રમુખ અબ્દુલ્લાશા પીરજાદાએ કરી છે. જો ઉકેલ નહીં આવે, તો આંદોલન કરશે. જખૌ ફિશરિઝ ખાતાના નરેશભાઇ ભાટીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, હમણા જેની પાસે બાયોમેટ્રિક કાર્ડ ન હોય તેને કસ્ટમના કાર્ડ પર મંજૂરી અપાય છે. બુધવારે ૬૦ બોટને કાર્ડ અપાયા છે .