તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિદડા ટ્રસ્ટને સેવા કાર્યો માટે કેલિફોર્નિ‌યામાં એવોર્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિ‌યાને ૨પ વર્ષ પૂરાં થતાં બ્યૂએના પાર્ક ખાતે યોજાયેલા ચાર દિવસીય મહોત્સવમાં બિદડાના સર્વોદય ટ્રસ્ટને સેવાકીય કાર્યો માટે એવોર્ડ અપાયો હતો. કોંગ્રેસ મેન રોયે જણાવ્યું હતું કે, જૈન ધર્મના અહિંસાનો પ્રચાર દુનિયા માટે પ્રેરણાદાયી છે. ભારતના કોન્સ્યુલેટ જનરલ પાર્થ સારથીએ બાળકોને અત્યારથી જ અપાતા સંસ્કારો આવતી પેઢી માટે ઉપયોગી બની રહેશે તેમ કહ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જરૂરતમંદ દર્દીઓને સારવાર પૂરી પાડનારાં બિદડા સર્વોદય ટ્રસ્ટને માનવતાના કાર્યો માટેનો એવોર્ડ કોન્સ્યુલેટ જનરલ અને જે.સી.એસ.સી.ના પ્રમુખ ડો. જયેશ શાહના હસ્તે વા.ચેરમેન ડો. વિજય છેડાને આપયો હતો. ડો.મણિભાઇ મહેતા ઉપસ્થિત હતા. જયા રિહેબ સેન્ટરના ડાયરેક્ટર મુકેશ દોશીએ સર્વોદય ટ્રસ્ટની ત્રણ દાયકાની પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો.