તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં પોલીસે શપથ લીધા અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારની સૂચનાથી એસપીએ કચેરીના પરિસરમાં હાજર કર્મચારીઓને ઊભા રખાવી સોગંધ લેવડાવ્યા

કર્મચારીઓ ફરજમાં ઇમાનદારી રાખે એ આશયથી સરકારે તમામ કચેરીના કર્મચારીઓએ ભ્રષ્ટાચાર ત્યજવા માટે પ્રતિજ્ઞા લેવડાવવાનું શરૂ કય્ર્‍ાંુ છે. ભુજમાં એસપી ઓફિસ પર પણ પોલીસ કર્મચારી, અધિકારીઓએ આ પ્રકારના શપથ લીધા હતા. એસપીએ કર્મચારીઓને ઊભા રાખીને પ્રતિજ્ઞા લેવડાવી હોય એવી કદાચ પ્રથમ ઘટના માનવામાં આવે છે.

ભુજમાં શુક્રવારે સવારે કચેરીનો સમય શરૂ થતાં જ પોલીસ વડાં વિધિ ચૌધરીએ તમામ કર્મચારીઓને પરિસરમાં હાજર થવા સૂચના આપી હતી અને તેઓને નિષ્ઠાથી ફરજ બજાવવા અને ભ્રષ્ટાચારથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ લેવામાં ડીવાયએસપી તેજલ પટેલ, તેમજ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો સહિ‌તના કર્મચારીઓ પણ જોડાયા હતા.

તમામ સરકારી કચેરીઓમાં ત્યાંના વડા કર્મચારીઓને આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવે એવી સરકાર તરફથી સૂચના મળે છે. ભ્રષ્ટાચાર અને પોલીસ વિભાગને મોટા ભાગે એક સિક્કાની બે બાજુ માનવામાં આવે છે, એ રીતે આ પ્રકારના શપથ લેવાથી જો કોઇ અધિકારી કે કર્મચારી કરપ્શનને આજીવન જાકારો આપે તો પોલીસ તંત્રની પણ કાયાપલટ થઈ જાય.