ભુજ-માંડવી અને ભચાઉમાં જલારામ જયંતી ઉજવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ભુજ-માંડવી અને ભચાઉમાં જલારામ જયંતી ઉજવાશે
-આરતી, પૂજન, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિ‌તના કાર્યક્રમો યોજાશે
ભુજ માંડવી અને ભચાઉમાં તા. ૯/૧૧ના સંત શિરોમણિ જલારામની ૨૧૪મી જન્મજયંતી વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો સાથે ભાવભેર ઉજવાશે.
કાર્યક્રમોને આખરી ઓપ આપવા ભુજમાં મહાજન પ્રમુખ નરેન્દ્ર ઠક્કરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ નિર્ણય લેવાયા હતા, જે મુજબ શનિવારે સવારે ચંદ્રબાળા દૈયાના હસ્તે પૂજનવિધિ થશે, ત્યાર બાદ સંગીતમય મહાઆરતી યોજાશે. સાંજે વી.ડી. હાઈસ્કૂલ પાસે નવી મહાજન વાડીમાં જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદ યોજાશે. મંત્રી બાલકૃષ્ણ ઠક્કરની આગેવાની હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
માંડવીમાં જલારામ મંદિરે સવારે ૯ વાગ્યે ઉજવણીના દાતા ગં.સ્વ. સાવિત્રીબેન વલ્લભદાસ ચોથાણી પરિવારના હસ્તે પૂજા-આરતી કરવામાં આવશે. સાંજે ૭ કલાકે માંડવી લોહાણા મહાજન વાડીમાં આરતી બાદ રાત્રે ૮ કલાકે સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ લખમશીભાઇ ઠક્કરના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં જલારામ બાપાની જન્મજયંતી ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કરાયું હતું.
બપોરે ૩ કલાકે શોભાયાત્રા દરિયાસ્થાન મંદિરેથી નીકળશે, જ્યાં સમૂહપ્રસાદના દાતા ગં.સ્વ. જસોદાબેન વસંતલાલ કોટક દ્વારા મહાઆરતી ઉતારવામાં આવશે. રાત્રે ૯ કલાકે અશ્વિન જોષી દ્વારા 'મા-બાપને ભૂલશો નહીં’નો કાર્યક્રમ યોજાશે. મંત્રી ઇશ્વરભાઇ પૂજારા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ ઠક્કર, હિ‌તેશ દિલીપભાઇ ઠક્કર, ત્રવેણીબેન એસ. ઠક્કર સહિ‌તના આગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. કોઠારામાં જલારામ જયંતી નિમિત્તે સવારે ૧૦ વાગ્યે પૂજન, સાંજે પ વાગ્યે રવાડી, ૧૦ કલાકે ભજન સહિ‌તના કાર્યક્રમ યોજાશે.