મામલતદાર ઓફિસમાં હોળી પહેલાં જ 'હોળી’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આવતે મહિ‌ને ૧૬મી લોકસભાની ચૂંટણી છે, ત્યારે ગત ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના ફોર્મ્સ, પુસ્તિકાઓ વગેરેનો ભુજની મામલતદાર ઓફિસમાં નિકાલ કરવામાં આવ્યો હતો. એક રૂમ ભરાય તેટલી પુસ્તી સ્વરૂપ આ બિનઉપયોગી કાગળોને બાળતાં હોળીથી આઠ દિવસ અગાઉ જ સરકારી પરિસરમાં હોલિકાદહન થયું હોય તેવું દૃશ્ય સર્જા‍યું હતું.