• Gujarati News
  • Bhuj Engineering College To Sell Alcohol To Youth Arrested

ભુજ એન્જિનિયરિંગ કોલેજ પાસે દારૂનો વેચાણ કરતો યુવાન ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ઝડપાયેલો આરોપી )
ભુજ એન્જિનિયરિંગ કોલેજ પાસે દારૂનો વેચાણ કરતો યુવાન ઝડપાયો
35700ના દારૂના જથ્થા સાથે 140700નો મુદામાલ કબજે

ભુજ: શહેર એ ડિવિઝન પોલીસે એન્જિનિયરિંગ કોલેજ પાસેથી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરતા 21 વર્ષના યુવાનને ઝડપી પાડી 35700ના દારૂના જથ્થા સાથે 1,40,700નો મુદામાલ જપ્ત કર્યો છે.એએસઆઇ રોહિતભાઇ ભટ્ટે એન્જિનિયરિંગ કોલેજ ઉમાનગર સોસાયટી વિસ્તારમાં દરોડો પાડયો હતો, જ્યાં આરોપી જયદીપસિંહ વિનુભા જાડેજા(ઉ.વ.21) (રહે. લાભશુભ સોસાયટી મકાનનં.સી.1035)ના કબજામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ 58 કિંમત રૂા.24,800 ક્વાર્ટરિયા નંગ-62 કિંમત રૂા.6200 તથા બીયરના ટીન નંગ 47 કિંમત રૂા.4700 તેમજ એક મોબાઇલ કિંમત રૂા.4000 અને એક લાખની અલ્ટો કાર નં.જી.જે.12 એ.કે. 7328 સહિત 1,40,700 તો મુદામાલ જપ્ત કરાયો હતો.

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..