બેલા બોર્ડર પરથી પાક ઘૂસણખોર જબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શખ્સને બીએસએફની ટીમે પોલીસને હવાલે કર્યો
અંગ્રેજી અને ઉર્દૂ ભાષાની બે ચોપડી કબજે લેવાઈ


રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય ભારતીય સીમા ઓળંગીને ઘૂસી આવેલા પાકિસ્તાની શખ્સને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ મંગળવારે પકડી પાડયો હતો. બે અંગ્રેજી અને એક ઉર્દૂ ભાષાની ચોપડી સાથે ઝડપાયેલા શખ્સને બુધવારે સવારે રાપર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આ શખ્સની વધુ તપાસ આગળ વધારી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, બીએસએફ દ્વારા મંગળવારે બેલા નજીકની ભારતીય સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની કેવલરામ દેવજી હરસંગજી ભીલને પકડી લેવામાં આવ્યો હતો. ૨૮ વર્ષીય આ શખ્સ પાકિસ્તાનના મીઠી સિંધ જિલ્લાના નગરપારકર તાલુકાના સલામકોટ ગામનો વતની હોવાનું તેની પૂછતાછમાં જણાઈ આવ્યું હતું.

આગળ વાંચો વધુ અહેવાલ....