લંડનમાં બળદિયાવાસીઓએ દર્શાવી ભાઇચારાની ભાવના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - ગરબે રમતી યુવતીઓ)

- સમાજને એક તાંતણે બાંધવા બળદિયા લેવા પટેલ સર્વોદય (યુકે) દ્વારા યોજાયું મિલન

લંડન: ઇંગ્લેન્ડમાં વસતા બળદિયાના રહેવાસીઓને એક તાંતણે બાંધવા માટે ૪૪ વર્ષ પહેલાં સ્થાપાયેલા બળદિયા લેવા પટેલ સર્વોદય (યુકે) દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાઇચારાની ભાવના વધુ સુદૃઢ બને તથા ભારતીય સંસ્કૃતિ જળવાઇ રહે તેવો સંદેશો આપતા કાર્યક્રમ પ્રસ્તૃત કરાયા હતા.

હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના અક્ષરવાસી થયેલા આત્માઓને અંજલિ અપાઇ હતી. આ ટાંકણે કચ્છી લેવા પટેલ કમ્યુનિટી દ્વારા ૨૧૮ મેળાનું આમંત્રણ આપવા આવેલા અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આગામી ૩ વર્ષ માટે સંસ્થાની કાર્યવાહી કમિટીની ચૂંટણી કરાઇ હતી. સમૂહભોજન સાથે પ્રસ્તૃત કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 5થી 30 વર્ષના વયનાએ ભાગ લીધો હતો. 1200 જેટલા ગ્રામજન હાજર રહ્યા હતા.