અંજારમાં દંપતી પર વેવાઇનો લાકડી, પાઇપથી હુમલો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંપતીની પુત્રીએ થોડા સમય પૂર્વે સાસરિયાઓ સામે નોંધાવેલી ત્રાસની ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે બન્ને પરિવાર વચ્ચે બોલી બઘડાટી અંજારમાં રહેતી પરિણીતાએ થોડા સમય પહેલાં સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવેલી શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ પાછી ન ખેંચતાં યુવતીના માતા-પિતા પર વેવાઇએ લાકડી તથા લોખંડના પાઇપથી હુમલો કરતાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયું છે. અંજારના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં રીટાબેન કનૈયાલાલ આહિ‌રના ઘરે સવારે ૭:૪પ વાગ્યાના અરસામાં પુત્રી રૂચિતાના આ જ વિસ્તારમાં રહેતા પતિ કાનજી કરસન, સસરા કરસન નારણ, સાસુ ઉમાબેન કરસન, અરજણ જગા તથા દિયર રામજી કરસન અને સામજી કરસન સહિ‌તના સાસરિયાઓ આવ્યા હતા અને રૂચિતાએ થોડા સમય પૂર્વે પોલીસમાં સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી, જે પાછી ખેંચી લેવા યુવતીના માતા રિટાબેન તથા પિતા કનૈયાલાલ સાથે સાસરિયાઓએ બોલચાલ કરી હતી. જોતજોતામાં વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બનાવ મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં વેવાઇએ દંપતી પર લાકડી અને લોખંડના પાઇપથી હુમલો કરતાં પતિ-પત્નીને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.