ATM કેસ : આરોપીને લઇ પોલીસ અમદાવાદ પહોંચી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ૧૦ વર્ષથી ચોરી કરતો હોવાનું તથા મશીન હાંસોલ ચોકડી પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધાની કબૂલાત

ભુજના આરટીઓ સર્કલ પાસેથી આઇસીઆઇસીઆઇ બેંકનું આખેઆખું એટીએમ ઉઠાવી જનારો મુખ્ય સૂત્રધાર ઝડપાઇ ગયા બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જેમાં પ્રથમ દિવસે જ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં છેલ્લા ૧૦ વર્ષથી ચોરીનો ધંધો કરતો હોવાનું તથા મશીન વિરમગામ પાસે આવેલી હાંસોલ ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નાખી દીધાની કબૂલાત આપતાં પોલીસ તેને લઇ અમદાવાદ પહોંચી છે.

આ અંગે ભુજ તાલુકા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેકટર ગોહિ‌લે માહિ‌તી આપતાં જણાવ્યું હતું કે, એટીએમ ચોરીમાં પકડાયેલા કમલેશ પ્રવીણચંદ્ર બ્રાહ્મણે કેફિયત આપતાં પોલીસે નર્મદાની મુખ્ય કેનાલમાં તપાસ હાથ ધરી છે. હાલ કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને પણ કામગીરી કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.
આ સાથે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, પ્રકાશ સાથે અન્ય ત્રણ સંડોવાયેલા છે, જેમાં પાટડી તાલુકાના ગેડિયા ગામનો હુસેન ઉર્ફે કાળુ રમજુશા દિવાન તથા શબ્બીર બે નામ આપ્યાં હતાં, પરંતુ હાલ ત્રીજાનું નામ બોલી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ બનાવને બદલે તે સમય ભુજમાં ચકચાર મચી ગઇ હતી.