લંડનમાં ચેરિટી કાર્યક્રમમાં કચ્છની બે કલાકારે રજૂ કર્યું પરફોર્મન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પરફોર્મન્સ કરતા કલાકાર )

-બળિદયા યૂથ કલબ દ્વારા સેન્ટ લ્યૂક્સ હોસ્પીસના દર્દીઓ માટે યોજાઇ ભજન સંધ્યા

લંડન: લંડનના સેન્ટ લ્યૂક્સ હોસ્પીસના દર્દીઓ કે જે મરણના મુખે પહોંચેલા છે તેઓ માટે બળિદયા યૂથ કલબ દ્વારા ચેરિટી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છની બે કલાકારોએ પોતાની ગાયિકી અને નૃત્ય રજૂ કરીને નોંધપાત્ર દાન એકઠું કરવા ફાળો આપ્યો હતો.

400થી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં મુળ નારાણપરની લંડનમાં સ્થાયી પ્રીતિ વરસાણી તથા મૂળ ભુજની હાલે લંડનમાં સ્થાયી મીરા સલાટે પોતાની કળાના કામણ પાથર્યા હતા. પ્રીતિએ પોતાની ગાયકી તથા મીરાએ ભારતીય નૃત્ય રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. ઉપસ્થિત મોટાભાગના લોકો પણ કચ્છી હતા, તેઓએ ખુલ્લા દિલે દાનની સરવાણી વહાવી હતી તેવું સંસ્થાના પ્રમુખ રમેશ ભંડેરીએ જણાવ્યું હતું.