તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છભરમાં ભગવાનને પ૬ ભોગ ધરી, નૂતનવર્ષને આવકારાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કચ્છભરમાં ભગવાનને પ૬ ભોગ ધરી, નૂતનવર્ષને આવકારાયું
-ગ્રામ્ય વિસ્તારોમાં પારંપરિક સ્નેહમિલન અને વિવિધ રમત-ગમત સ્પર્ધા યોજાઇ
નવાવર્ષના પ્રારંભથી જ દરેક પરિવારો પર ધન-ધાન્યની કૃપા વરસે તેવી પ્રાર્થના સાથે કચ્છભરમાં વિવિધ મંદિરોમાં ભગવનને પ૬ ભોગ ધરી ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવનો બહોળી સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ લાભ લીધો હતો. પટેલ ચોવીસીના ગામોમાં પરંપરા મુજબ દિવાળી, સ્નેહમિલન અને વિવિધ રમત-ગમત સ્પર્ધા સાથે નૂતનવર્ષને આવકારાયું હતું.
ભુજના નૂતન સ્વામિનારાયણ, પ્રસાદી મંદિર, અક્ષર પુરુષોત્તમ મંદિર, રઘુનાથજી તેમજ આશાપુરા મંદિરે નવાં વર્ષે અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો, જેના દર્શનનો લાભ લેવા ભકતો સવારથી જ ઉમટી પડયા હતા.
માધાપરમાં નવાવાસ સ્વામિનારાયણ મંદિર ખાતે જૂની પરંપરા પડવાના વહેલી સવારે આરતી દર્શન માટે સત્સંગીઓ ઉમટયા હતા. બપોરે અન્નકૂટ દર્શન ઉપરાંત મહાપ્રસાદ યોજાયો હતો, જેનો હજારોની સંખ્યામાં ભકતજને લાભ લીધો હતો. ગામના રઘુનાથજી મંદિર તથા ધીંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઠાકર મંદિરે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.
માધાપરમાં વર્ષોની પરંપરા મુજબ રઘુનાથજી મંદિર અને ધીંગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા પડવાના દિવસે શોભાયાત્રા બાદ સરસ્વતી વિદ્યાલય ખાતે 'પડવાપટ્ટી’ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં નાના-મોટા માટે વિવિધ રમત-ગમત હરીફાઇ યોજાઇ હતી. મહિ‌લાઓની રસ્સાખેંચ રમત આકર્ષણનું કેન્દ્ર બની હતી. દાતાઓ અને ટ્રસ્ટ દ્વારા વિજેતાઓને રોકડ ઇનામો અપાયાં હતાં. સંચાલન નાનજીભાઇ ડબાસિયાએ કર્યું હતું.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક...