અંજારમાં નોમના ઉજવાયો નંદોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઉજવણા કરી રહેલા ભક્તો )
- અંજારમાં નોમના ઉજવાયો નંદોત્સવ
- દર વર્ષે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા અનોખી રીતે કાર્યક્રમ યોજાય છે

અંજાર : અંજારમાં (નોમ)ના દિવસે દર વર્ષે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા અનોખી રીતે નંદ મહોત્સવ કાર્યક્રમ યોજાય છે. શહેર તાલુકા તેમજ બહાર ગામથી પણ સચ્ચિદાનંદના રસિકો ઉમટયા શ્રાવણ વદ નોમના દિવસે અંજારમાં અનોખી રીતે મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવે છે. સચ્ચિદાનંદ સંપ્રદાયની નાગલપર ખાતે આવેલી વાડી મધ્યે વર્ષોથી ચાલી આવતી નંદ મહોત્સવ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ તેમજ ભગવાનદાસજી મહારાજ દ્વારા નંદ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક રીતે ઉજવામાં આવે છે.
અંજાર નજીક આવેલા નાગલપર ખાતે આવેલી વાડી મધ્યે નંદ મહોત્સવ ખૂબજ ધામધૂમપૂર્વક રીતે ઉજવવામાં આવે છે કે, જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થાય છે અને રાતે જ વાસુદેવજી જમુના નદીને પાર કરી અને ગોકુળમાં જશોદા અને નંદલાલના ઘરે કૃષ્ણને મુકી આવે છે અને બીજા દિવસે નંદલાલા દ્વારા ગામના લોકોને આમંત્રણ આપી અને પુત્ર જન્મની ખુશીમાં રાસગરબા, પૂજા-પાઠ વગેરે દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભજન, કીર્તન, રાસ, મટકીફોડ વગેરે સહિ‌તના કાર્યક્રમ શ્રાવણ વદ નોમના દિવસે વાડી ખાતે કાર્યક્રમ કરવામાં આવે છે.
જેમાં મોટી સંખ્યામાં શહેર તાલુકાના ગામો એવા સતાપર, નાગલપર, ખેડોઇ, રતનાલ, પસવારિયા તેમજ બહારથી મુંબઇ તેમજ અન્ય બીજી ઘણી જગ્યાઓથી રસિકો તેમજ ભાવિકોએ લાભ લીધો છે અને આ સંપ્રદાય વર્ષોથી ચાલી આવે છે.