તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાગડની પાંજરાપોળે કસાઇખાને પાડા વેચી માર્યાનો ભાંડો ફૂટયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૨પ પાડા અંજારના કસાઇને ત્યાં લઇ જવાતા હતા,
- પરંતુ વિશ્વ હિ‌ન્દુ પરિષદને જાણ થતાં અબોલના જીવ બચ્યા
- ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી


વાગડની એક મોટી પાંજરાપોળ કે જેમાં જીવદયાના નામ પર દાતાઓ લાખો રૂપિયા દાન આપે છે, પરંતુ આજે પાંજરાપોળ દ્વારા અહીંના જીવોને ખાટકીઓને વેચવાનું બહાર આવતાં અહીં ચાલતા વહીવટનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે વિશ્વ હિ‌ન્દુ પરિષદના કાર્યકર્તાઓને ખબર પડતાં જ પરિષદ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સુધી પહોંચવાની તૈયારીમાં હતી, પણ ટ્રસ્ટીઓએ માફી માગી લેતાં મામલો બહાર પડયો ન હતો.
વાગડની જાણીતી પાંજરાપોળમાં હજારો ચોપગાં જીવ રહે છે. અહીંના લોકો તેઓને વિશ્વાસે મૂકીને અહીં મૂકી જાય છે, જેમાં ભેંસના પાડા, વાછરડા તેમજ અપંગ ગાયો-ભેંસોનો પણ સમાવેશ થાય છે.

આ પશુઓને નિભાવવા તથા ઘાસચારા માટે વાગડના અને મુંબઇવાસી ઘણા શ્રેષ્ઠિ‌ઓ ખૂબ મોટી રકમના દાન આપતા હોય છે, પરંતુ હાલે પાંજરાપોળ દ્વારા જ ૨પ જેટલા પાડાને અંજારના કસાઇને વહેંચી નાખવામાં આવ્યા હોવાની વાત વિશ્વ હિ‌ન્દુ પરિષદના કાર્યકર્તાઓને થઇ જતાં પાડાઓને કનયાબૈ ગામ પાસે રોકવામાં આવ્યા હતા અને પરત આ જ પાંજરાપોળમાં મૂકી દીધા હતા.

પરિષદ દ્વારા આ પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાતાં મુંબઇ બેઠેલા ટ્રસ્ટીએ માફી માગી હતી, પરંતુ પરિષદના કાર્યકર્તાએ લેખિતમાં અને બીજી વખત આવી ભૂલ ન થાય તેની ખાતરી સાથે સંતો, મુનિઓ પાસે જઇને માફી માગવા કહેતા આ ટ્રસ્ટીઓ દ્વારા હજુ સુધી લેખિતમાં માફી ન મગાતાં હવે ગમે ત્યારે વિશ્વ હિ‌ન્દુ પરિષદ દ્વારા આ પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને જવાબદારો સામે પોલીસમાં ફરિયાદ કરાશે.