તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છના વકીલ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બન્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિવિધ કમિટીના ચેરમેનના કાર્યકાળ દરમિયાન ભૂકંપ પછી પપ બાર એસો.ને લાઇબ્રેરીની સુવિધા અપાવી હતી

અમદાવાદમાં વકીલાત કરતા કચ્છી એડવોકેટની તાજેતરમાં ગુજરાત બાર કાઉન્સિલની મળેલી સામાન્ય સભામાં ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. એડવોકેટ અનીલકુમાર કેલા અગાઉ બારની વિવિધ સમિતિઓના ચેરમેન પદ ભોગવી ચૂક્યા છે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભૂકંપ પછી ગુજરાતની પપ બાર કાઉન્સિલને લાઇબ્રેરીની સુવિધા અપાવી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભચાઉના અનીલકુમાર કેલાએ અભ્યાસપૂર્ણ કરી વકીલાતનો વ્યવસાય અપનાવી અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવ્યું છે, તેઓ ૧૯૮૩થી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ૨૦૦૦થી ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

અનીલભાઇ અત્યાર સુધીમાં વાઇસ, સ્ટેન્ડિંગ કમિટી, એનરોલ કમિટી, ફાઇનાન્સ કમિટી અને રૂલ્સ કમિટીના ચેરમેનનું પદ ભોગવી ચૂક્યા છે. બાર કાઉન્સિલમાં ૧૯૯૭થી ૨૦૦૩ સુધી નાણાકીય ઉપાચત અટકાવવા મહત્ત્વની કામગીરી કરી હતી. ધારાશાસ્ત્રીના હિ‌તોને ધ્યાનમાં લઇને ફાઇનાન્સ કમિટીના ચેરમેન હતા, ત્યારે બીમારીના સમયે પ૦ હજારની સહાય તેમજ મૃત્યુ સમયે વકીલના પરિવારજનોને ત્રણ લાખની સહાય આપવાનો પ્રસ્તાવ મંજૂર કરાવ્યો હતો.