ઐતિહાસિક સુપાર્શ્વનાથ જિનાલયનું સાડા ત્રણ કરોડના ખર્ચે થશે પુન: નિર્માણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‌(સુપાર્શ્વનાથ જિનાલયના નવનિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, તેનું એક દૃશ્ય.)

- રૂપિયા 3.50 કરોડના ખર્ચે સુપાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કરાશે
-રાજસ્થાનના બંશી પહાડના પથ્થરનો ઉપયોગ કરાશે

ભુજ:
માનકૂવામાં ઐતિહાસિક સુપાર્શ્વનાથ જિનાલય ભૂકંપમાં જર્જરિત થઇ જતાં કુશળ એન્જિનિયરો અને સંઘના માર્ગદર્શન હેઠળ રૂા.3.50 કરોડના ખર્ચે પુન: નિર્માણ કરવામાં આવશે. 133 વર્ષ પ્રાચિન જિનાલય 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં જર્જરિત થયું હતું, જેની મરંમત કુશળ એન્જિનિયરોની રાહબરી હેઠળ કરાયું હતું. બાદમાં સંઘની બેઠકમાં સર્વાનુમતે દેરાસરને પાયાથી નવું બનાવવા નિર્ણય લેવાયો હતો, જેના અંતર્ગત રૂા. 3.50 કરોડના ખર્ચે નવનિર્માણ પામનારા જિનાલયનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્ય 2.5 વર્ષમાં પૂર્ણ કરાશે.

રાજસ્થાનના બંસી પહાડના પથ્થરમાંથી બહારના ભાગમાં ખાસ કલાત્મક કામોથી તૈયાર કરવામાં આવશે, જ્યારે અંદરના ભાગે શ્વેત મારબલનો ઉપયોગ કરાશે. શિલાન્યાસમાં માનકૂવાના અને હાલે બહાર વસતા જૈન પરિવારના સભ્યોએ દાનની સરવાણી વહાવતાં રૂા. 1 કરોડ જેટલી માતબર રકમ એકત્ર થઇ હોવાનું સંઘના ટ્રસ્ટી અને હોદેદારોએ જણાવ્યું હતું.
આગળ વાંચો 350 વર્ષ પ્રાચિન પ્રતિમા સ્થાપિત કરાશે