આમલિયારાના દલીત સ્મશાનમાં દબાણકારોનો કબજો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રામ પંચાયતના જવાબદારો પણ સામેલ હોવાથી બોડી સુપરસીડ કરાય તેવી રજૂઆત કરાઇ

ભચાઉ તાલુકાના આમલિયારા ગામના દલીત સમાજના સ્મશાન પર મોટાપાયે દબાણો થયેલાં છે. જેને હટાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં દબાણો દૂર હટતાં નથી. દલીત અગ્રણીઓએ ફરી ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરીને દબાણકારોને મદદ કરતી ગ્રામપંચાયતની બોડીને સુપરસીડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. ગ્રામ પંચાયતે અને તલાટીએ લેખિતમાં જણાવેલું છે કે, આ સ્મશાનની જમીન ગામતળમાં આવતી નથી, તેની સામે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી દ્વારા ગ્રામ પંચાયતને આદેશ પણ કરવામાં આવેલો છે. કે તાત્કાલિક ધોરણે આ બિનઅધિકૃત દબાણો દૂર કરો અને દલીતોના સ્મશાનની જમીન તેમને સુપરત કરો, છતાં કઇ કામગીરી કરાઇ નથી.

આમલિયારામાં દલીત સમાજના અગ્રણી જગાભાઇ અણદાભાઇ સોલંકીએ વધુમાં ઉર્મેયું છે કે, સરકારે ૧૯૭૧માં અમોને આ જમીન આપેલી છે, પરંતુ ગામના જ અને પંચાયતમાં બેસનારા જ આ દબાણો કર્યાં છે, તો બીજીતરફ પંચાયતે જે લેખિત આપેલું છે કે, દલીત સમાજનું સ્મશાન ગામતળમાં નથી આવતું તો તેની બાજુનું કોલી સમાજનું સ્મશાન ગામતળમાં શા માટે આવે અને તેનું છાપરું પણ પંચાયતે ૧ લાખ જેવા ખર્ચે બનાવી આપ્યું છે.

આ દબાણો જો દૂર નહીં કરી આપવામાં આવે, તો ગાંધીચિંધ્યા માર્ગે જવા તથા કાર્ય ચકિત કરે તેવા પગલાં ભરાશે તેવી ચીમકી અપાઇ છે.