• Gujarati News
  • Akhatrija In Kutch's 1000 Wedding, Gold Buying Market Dhamadhamya

કચ્છમાં અખાત્રીજના ૧૦૦૦થી વધુ લગ્ન, સોનુ ખરીદવા બજાર ધમધમ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં ચારેબાજુ ઢોલ ઢબૂક્યા:શુભમુહૂર્તમાં ધૂમ ખરીદી તથા ધાર્મિ‌ક કાર્યો થયાં

સોમવારે અક્ષયતૃતિયાના વણજોયા મુહૂર્તમાં કચ્છમાં ઠેર-ઠેર લગ્નના ઢોલ ઢબૂક્યા હતા. વાગડ હોય કે પ‌શ્ચિ‌મ કચ્છ લેઉવા તથા કડવા પાટીદારો દ્વારા સમૂહલગ્ન તથા ઘેર-ઘેર લગ્નની શરણાઇ ગુંજી હતી. વિવિધ જ્ઞાતિઓ દ્વારા આજે સમૂહલગ્નો યોજાયા હતા, તો બીજીતરફ વિવિધ ધાર્મિ‌કકાર્યો તથા શુભમુહૂર્તમાં સોના-ચાંદી કે ચીજવસ્તુઓની ધૂમ ખરીદી લોકોએ કરી હતી. કચ્છમાં અંદાજે ૧૦૦૦થી વધુ લગ્ન લેવાયાં હતાં.

હિ‌ન્દુશાસ્ત્રમાં પંચાંગમાં ત્રણ મુહૂર્ત વણજોયા ગણવામાં આવે છે, જેને કોઇ ગ્રહ, નક્ષત્ર, ચરણ, યોગ, કરણ કશું જ નડતું નથી, જેમાંનું એક મુહૂર્ત એટલે અખાત્રીજ. આજે કચ્છભરમાં વિવાહ, વાસ્તુ, કુંભ પધરાવવો, નવો વેપાર-વ્યવસાય, ઉદઘાટન, ભૂમિપૂજન, નવા મકાન અને નવા વાહનની ખરીદી, યજ્ઞોપવિત, દસ્તાવેજ બનાવવા સહિ‌તના શુભકાર્યો થયાં હતાં. ભુજ તાલુકામાં કેરા ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા યોજાયેલાં સમૂહલગ્નમાં સાત દંપતએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં, જ્યારે નખત્રાણા તાલુકામાં ૩૦૦ જેટલાં લગ્ન થયાં હતાં. નખત્રાણામાં પાટીદાર સમાજના ૧૬ દંપતી, નેત્રા(માતાજી) ખાતે છ, રવાપરમાં ૧૬, મથલમાં ૨૮, કોટડા(જ)માં બે તેમજ વિથોણમાં ૨૮, ર્તીથધામ વાંઢાયમાં ૩૯ અને દયાપરમાં ૨૯ નવયુગલના લગ્ન લેવાયાં હતાં, જ્યારે પ‌શ્ચિ‌મ કચ્છ મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા યોજાયેલાં સમૂહલગ્નમાં ૬પ યુગલે પ્રભુતામાં પગ માંડયા હતા,

તો મોરઝર ખાતે પણ ગઢવી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયાં હતાં, તેમજ અન્ય સમાજમાં પણ છૂટક લગ્નોની સંખ્યા મોટી રહી હતી. અંજાર તાલુકામાં પણ યદુવંશી સોરઠિયા આહિ‌ર તથા ગુર્જર ચોવીસી મેઘવાળ સમાજના સમૂહ લગ્નમાં ૧૦ યુગલ લગ્નગ્રંથીથી જોડાયા હતા. વાગડમાં પણ ૨૦૦થી વધુ લગ્નો થયાં હતાં.

આગળ વાંચો....

ત્રણથી ચાર કરોડના સોનાનો ઉપાડ એક દિવસમાં થઇ ગયો
૨૦૦થી વધુ વાહન વેચાયાં
બગી તથા શરણાઇ વાદકોએ ભાવ કર્યા ડબલ
ધર્માનુષ્ઠાનનો આરંભ કરાયો