ભાનાડા એરફોર્સને ઉડાવે એ પહેલાં જ ૧૭ આતંકી ગિરફ્તાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્મી અને પોલીસ દ્વારા વધુ બે સ્થળે મોકડ્રીલ પ‌શ્ચિ‌મ કચ્છમાં આર્મી અને પોલીસ દ્વારા ચાર દિવસીય કવાયતના ભાગરૂપે ભુજ બાદ નલિયાના ભાનાડા એરફોર્સ પાસે મોકડ્રીલ થઇ હતી, જેમાં એરફોર્સને ઉડાવી દેવા આવેલા ૧૭ આતંકીને પોલીસની ટીમે પકડી લીધા હતા, જ્યારે લખપત તાલુકાના ફુલરા પાસે છ શકમંદને મોકડ્રીલના ભાગરૂપે પકડી લેવાયા હતા. તા.પ જૂન, મંગળવારે ભાનાડા એરફોર્સ નજીક ૧૭ શંકાસ્પદ શખ્સ આવી રહ્યા હોવાનો મેસેજ કોઠારા પોલીસને મળ્યો હતો, આ મેસેજ મળતાની સાથે નખત્રાણા સીપીઆઇ અને કોઠારા પોલીસના ચાર્જમાં રહેતા પીએસઆઇ વી.આર. ચાવડા તેમજ આઠ પોલીસ જવાનની ટીમ તાત્કાલિક એરફોર્સ નજીક પહોંચી ગઇ હતી. આતંકી જણાતા શખ્સો એરફોર્સમાં ઘૂસે એ પહેલાં જ તેઓને ઝાલી લેવાયા હતા. પોલીસનું આ ઓપરેશન જોઇને અનેક કૂતુહલવશ એકઠા થયા હતા. પોલીસ એ કસોટીમાં સફળ રહી હતી. આર્મીના એક કેપ્ટન અને ૧૬ જવાને મોકડ્રીલના ભાગરૂપે શંકાસ્પદ શખ્સોનું રૂપ ધારણ કર્યું હતું. નારાયણ સરોવર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ફુલરા પાસે મંગળવારે સાંજે છ શખ્સની હિ‌લચાલ શંકાસ્પદ હોવા અંગે બાતમીના આધારે તાત્કાલિક તેઓને પકડી લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, તા.૪ જૂન સોમવારથી પ‌શ્ચિ‌મ કચ્છમાં પોલીસ અને લશ્કરની સંયુક્ત કવાયતનો પ્રારંભ થયો છે, જે તા.૭ જૂન ગુરુવાર સુધી ચાલશે.