કચ્છમાં ઉઠી એઇમ્સ હોસ્પિટલની માંગ, પૂર્વમંત્રીએ કરી રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લામાં કોઈ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ન હોવાથી અમદાવાદ અને રાજકોટ જવું પડે છે
- અંજારના ધારાસભ્યે પત્રોની નકલ સાથે રજૂઆત નિતિન પટેલને રજૂઆત કરી
ભુજ: ભારત સરકારે પોતાના પ્રથમ બજેટમાં ગુજરાતમાં એક એઇમ્સ હોસ્પિટલની સ્થાપના કરવા જોગવાઇ કરવામાં આવી છે, જેથી વડોદરા, રાજકોટ દ્વારા પોતાના જિલ્લામાં એઇમ્સની સ્થાપના કરવા માગણી કરાયેલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધનને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, કચ્છ સરહદી જિલ્લો છે. કંડલા અને મુન્દ્રા(અદાણી પોર્ટ) જેવા 2 મેજર બંદર છે તથા ભૂકંપ પછી તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ દ્વારા 150 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ બનાવેલી છે, જેમાં હાલે મેડિકલ તથા નર્સિંગ કોલેજો ચાલુ છે. કચ્છમાં હાલે કોઇ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાથી દર્દીઓને રાજકોટ અથવા અમદાવાદ જવું પડે છે.
જો કચ્છમાં એઇમ્સ સ્થાપના થશે, તો કચ્છની પ્રજા અમદાવાદ કે મુંબઇના ધક્કાથી બચી શકશે અને જેના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રીના જોઇન્ટ સેક્રેટરી એ.કે. શર્માએ આ બાબતે ઘટતું કરવાની અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી, જ્યારે ડો.હર્ષવર્ધન દ્વારા સેક્રેટરી તાત્કાલિક જરૂરી પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી તથા વાસણભાઇએ બન્ને પત્રની નકલ સાથે રાજ્યના આરોગ્યમંત્રી નિતિન પટેલને પણ રજૂઆત કરી છે.