અમદાવાદથી રિસાઇને ભાગેલી યુવતી ભુજથી મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વાસના ભૂખ્યા વરૂઓથી બચાવી રિક્ષાવાળાએ માનવજ્યોત સંસ્થાને સોંપતાં યુવતીને તેના પરિવાર પાસે મોકલાવાઇ અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી ઘરમાં થયેલા ઝઘડાના કારણે રિસાઇને ટ્રેન પકડી ભુજ પહોંચેલી ૧૮ વર્ષીય યુવતીને શહેરની માનવજયોત સંસ્થા દ્વારા હેમખેમ ઘરે પહોંચાડાઇ હતી. ઘરેથી રિસાઇને નીકળેલી તથા શરીરે દાગીના પહેરેલી અને પંજાબી ડ્રેસમાં સજ્જ ધો.૮ પાસ પ્રિયંકા રણછોડભાઇ ઠાકુર ટ્રેન મારફતે અચાનક ભુજ આવી પહોંચી હતી અને શહરેના હમીરસર તળાવકાંઠા વિસ્તારમાં લટાર મારતી હતી.યુવતીને એકલી અટુલી જોઇ વાસના ભૂખ્યાઓએ પીછો કર્યો હતો. એક જાગૃત રિક્ષાવાળાએ માનવજયોત કાર્યાલય સુધી યુવતીને પહોંચાડી હતી.ત્યારે પરિવારના કોઇ સભ્યના મોબાઇલ નંબર યાદ નહોતા. જેથી સંસ્થાના પ્રબોધ મુનવરે તેણીના ઘરનું એડ્રેસ લઇ અમદાવાદમાં તેના ઘરની શોધ લહેરીભાઇ મૈશેરી તથા વિજયભાઇ પરમાર દ્વારા ચલાવતાં આખરે તેના માતા-પિતાનો સંપર્ક થયો હતો. પોતાની પુત્રી ભુજમાં છે અને હેમખેમ છે, તેની જાણ થતાં તથા ફોન પર પુત્રી સાથે વાત કરતેં પરિવારે હાશકારો અનુભવ્યો હતો. ભુજથી યુવતીને તેના ઘેર પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થાએ કરી તેનો પરિવાર સાથે ભેટો કરાવતાં ઠાકુર પરિવારમાં આનંદ છવાયો હતો.