માંડવીમાં વરસાદ બાદ પ્રિ-મોન્સુનની કામગીરી !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં પ્રિમોન્સુન કામગીરી કરી રહેલાકર્મચારીઓ જોઇ શકાય છે)
- માંડવીમાં વરસાદ બાદ પ્રિ-મોન્સુનની કામગીરી !
- ગીચ વૃક્ષોમાંથી 11 કેવીના વીજતાર દૂર કરાયા

માંડવી : માંડવીમાં પીજીવીસીએલ દ્વારા 15 લાખના ખર્ચે ચોમાસાં પૂર્વે મેઇન્ટેનન્સના કામો કર્યાં હતાં, જેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોય તેમ વરસાદ પડતાં જ ફિડરો બંધ થઇ જવાના અહેવાલ દિવ્ય ભાસ્કર'માં પ્રકાશિત થતાં સફાળાં જાગેલાં વીજ તંત્રે આશ્ચર્ય વચ્ચે વરસાદ પૂર્વે કરવાની કામગીરી વરસાદ બાદ કરી હતી. પ્રિ-મોન્સુન કામના નામે ચોમાસાં પૂર્વે વીજ પુરવઠો બંધ રાખી શહેરીજનોને પરસેવે રેબઝેબ કરાવનારા વીજ તંત્રે દેખાવ પૂરતું મેઇન્ટેનન્સ કર્યાની ચાડી ખાતા કામ પૈકી શહેરની સબ જેલ અને જૂની પોસ્ટ ઓફિસ પાસે વડના ઝાડમાંથી રહી-રહીને વરસાદ બાદ 11 કેવીની વીજ લાઇનો ખસેડાઇ હતી. જવાબદાર અધિકારીએ અંતે સભાનતા દર્શાવતાં લોકોને હાશકારો થયો હતો.
વાંચો આગળ,નુકસાનનું વળતર વસૂલ્યું, પોલ ઊભો ન થયો....