• Gujarati News
  • Addiction To Combat Not Only The Law, Society Must Cooperate

વ્યસન નાથવા માટે માત્ર કાયદો નહીં, સમાજનો સહકાર જોઇશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- વ્યસન નાથવા માટે માત્ર કાયદો નહીં, સમાજનો સહકાર જોઇશે
- જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટીયરિંગ સમિતિની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ભુજ : જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટીયરિંગ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં કલેક્ટરે વધુ અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપતાં માત્રને માત્ર કાયદાઓથી નહીં, પણ સમાજના તેમજ જવાબદારોના સાથે સહકારે આવી બદીઓ નાથી શકાશે, તેવું જણાવતાં પ્રથમ આપણે જ આવી બદીઓમાંથી બહાર આવીએ સ્વનિયંત્રણ દાખવીએ તે જ સમયનો તકાદો છે, તેવું જણાવ્યું હતું.

બેઠકમાં દરેક જાહેર સંસ્થા ખાતે તમાકુ નિષેદ અને ધુમ્રપાન નિષેદ વિસ્તાર દર્શાવતાં સ્લોગન દર્શાવવા અને જો કોઇ પણ વ્યક્તિ નિયમ ભંગ કરતી માલુમ પડે, તો તેની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવી. દરેક શાળાઓમાં તમાકુથી થતાં નુકસાન અને આડઅસર દર્શાવતાં સ્લોગન અને આઇ.ઇ.સી. દર્શાવવું તથા શાળાની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં કોઇ પણ દુકાન પર તમાકુના ઉત્પાદનનું વેચાણ ન થાય તે અંગે શાળાના આચાર્યે ચકાસણી કરવી અને જરૂર જણાયે કાયદેસરની કાર્યવાહી કરવી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા તમામ ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે દ્વારા તમાકુ નિયંત્રણ નિકોટીનથી થતા ગેરફાયદા અને આ માટે સરકાર તરફથી લેવામાં આવતા દંડ અંગેની માહિતી દર્શાવતાં ભીંતસૂત્ર દર્શાવવા વગેરે બાબતોએ કારગત કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરતાં વધુ જવાબદારીઓ, સંનિષ્ઠાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રારંભમાં ઉપસ્થિતોનું તેમજ અધ્યક્ષ જિલ્લા કલેક્ટરનું સ્વાગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ પાંડે તેમજ આરોગ્ય અધિકારી, કર્મચારીઓએ કર્યું હતું.