કોંગ્રેસના માસ્ટર સ્ટ્રોક સામે ભાજપ લાચાર! મોદીના બીજા ભાઈ પણ વ્યસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અબડાસામાં કોંગ્રેસનું ભારી પલ્લું જોઇને ચિંતિત ભાજપ હરકતમાં
અબડાસાની પેટાચૂંટણીમાં શરૂઆતથી જ કોંગ્રેસનું જોર જોઇને ચિંતિત બનેલા ભાજપે આ બેઠક પર વધુ એક પરાજય ખમવો ન પડે એ માટે ડેમેજ કન્ટ્રોલની કવાયત તેજ બનાવી દીધી છે. ભાજપના ઉમેદવાર છબીલભાઇ પટેલ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતીક પર જ ધારાસભ્ય બન્યા હતા. પક્ષાંતર કરીને તેઓ ભાજપમાં જોડાયા છે. બીજી બાજુ કોંગ્રેસે રાષ્ટ્રીય પ્રવકતા જેવો હોદો ધરાવતા શક્તિસિંહ ગોહિ‌લને મેદાનમાં ઉતારી માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાના દિવસથી જ શક્તિસિંહની સભાઓમાં ઉમટતી જનમેદની જોઇને ભાજપ ચિંતિત બન્યો હતો.

- મોદીના બીજા ભાઇ પણ આવ્યા

છબીલભાઇનું ઉમેદવારીપત્ર ભરવા ટાણે આવેલા નરેન્દ્ર મોદીના ભાઇ સોમાભાઇ ત્રણ દિવસ અબડાસા મતક્ષેત્રમાં રોકાયા હતા. રવિવારે બીજા એક ભાઇ પંકજ મોદી અબડાસા આવ્યા છે અને ગુપ્ત તથા જ્ઞાતિવાર બેઠકોમાં વ્યસ્ત બન્યા છે.

આગળ વાંચો સટ્ટાબજાર માટે શક્તિસિંહ ફેવરિટ, પાંચ પ્રધાનોએ દોડવું પડયું...