તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: પોસ્ટ ઓફિસમાં ગુસ્સે થઇ ખાતેદારે સ્ટૂલનો કર્યો છૂટો ઘા, ઘટના CCTVમાં કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભુજ પોસ્ટ ઓફિસમાં સોમવારે બપોરે ફોરેસ્ટનો ચલણ ભરવા ગયેલા યુવાનને લાઇનમાં ઊભા રહેવાનું કહેતાં ઉશ્કેરાયેલા ખાતેદારે બોલાચાલી કરી લોખંડની સ્ટૂલનો છૂટો ઘા કરી કાઉન્ટરની બારીનો કાચ તોડી નાખ્યો હતો. આ ઘટનાથી પોસ્ટઓફિસના કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ હતી.યુવાનના હુમલાથી કર્મચારીને હાથમાં કાચ વાગી જતા ઇજાઓ થઇ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો.
બનાવ અંગે એસ.પી. કન્ટ્રોલ રૂમમાં જાણ કરાતાં તાત્કાલિક બી ડિવિઝન પોલીસને મોકલી યુવાનની અટકાયત કરી લેવાઇ હતી.પોલીસ સૂત્રોએ ભુજ તાલુકાના રામપર-વેકરા ગામે રહેતા અને ભુજ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ભરતભાઇ સોમજીભાઇ ભગોરા (ઉ.વ. 35)ની ફરીયાદને ટાંકીને જણાવ્યું હતું કે, સોમવારે બપોરના અરસામાં તે તેમની ફરજ પર હતા, ફોરેસ્ટની નોકરી બાબતે છેલ્લો દિવસ હોવાથી ચલણ ભરવા આવેલો કેતુ દીપકભાઇ અંતાણી નામના યુવાનને ભરતભાઇએ લાઇનમાં ઊભા રહેવાનું કહ્યું હતું.
યુવાન ઉશ્કેરાઇ ગયો હતો અને તેનું કામ તાત્કાલિક કરી આપવા કહ્યું હતું, કર્મચારી અને યુવાન વચ્ચે જોતજોતામાં ચકમક ઝરી હતી, ત્યારે એકદમ ઉશ્કેરાઇ જઇ યુવાને લોખંડના સ્ટૂલનો છૂટો ઘા કાઉન્ટરના કાચ પર કરતાં ધડાકા સાથે ફુટેલા કાચના ટુકડા કર્મચારી ભરતભાઇ પર પડતાં તેને હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો