ગાંધીધામ: યુવતીના ઘરે આવા-જા યુવકને ભારે પડ્યું, પાડોશીએ ચખાડ્યો મેથીપાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: આદિપુરના એક યુવાનને યુવતીની મિત્રતા અને તેના ઘરે વારંવારની આવ-જા ભારે પડી હતી અને ઉશ્કેરાયેલા પડોશીઓ દ્વારા તેને ઝડપી લઇ મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. અલબત, મામલો પોલીસ સુધી પહોંચ્યો નહોતો પણ રંગીલાલાલ તરીકે જ ઓળખાતા આ યુવકના વર્તુળમાં આ બાબતે ચકચાર ચાલી પડી હતી.

યુવતીના ઘરે આવ-જા કરવી ભારે પડી ગઇ

આદિપુરના વોર્ડ-6/એ ની એક રહેણાંક સોસાયટીમાં રહેતી એક છુટાછેડા લીધેલી યુવતીની ઓળખાણ એક રંગીલાલાલ તરીકે ઓળખાતા યુવક સાથે થઇ હતી. બાદમાં બન્ને વચ્ચે દોસ્તી થઇ હતી જેના કારણે એકલી જ રહેતી આ યુવતીના ઘરે આ યુવાન વારંવાર આવતો રહેતો હતો જેના કારણે પડોશમાં રહેતા અન્ય લોકોને વાંધો હતો અને તેમણે ત્રણથી ચાર વખત યુવતીને ચેતવી પણ હતી પરંતુ યુવતીએ મચક આપી નહોતી.

કુખ્યાત યુવાને મહિલાઓની ચપ્પલો પણ ખાધી

શુક્રવારે બપોરે આ યુવાન ફરી યુવતીના ઘરે ગયો હતો અને સતત વોચમાં રહેલી પડશોની મહિલાઓએ ઘરના પુરૂષ સભ્યોને બોલાવી લીધા હતા અને યુવતીના ઘરના આગળ-પાછળના ભાગે કડી મારી દીધી હતી. પુરૂષો આવી જતાં કડી ખોલી દરવાજો ખોલાવવામાં આવ્યો હતો જે યુવતીએ ખોલતાં જ ટોળું એકઠું થયેલું જોતાં યુવતીને ભય લાગ્યો હતો અને તેણે યુવકને અવાજ દેતાં જેવો યુવક આવ્યો કે તરત જ મહિલાઓએ તેની ચપ્પલોથી ધોલાઇ કરી નાખી હતી અને ભગાડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...