ભુજ: નિદ્રાધીન પત્નિની ગરદન પર પતિએ ફેરવી છરી, આરોપીની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભુજ શહેરના ગણેશનગરમાં શનિવારે રાત્રે મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો કામધંધો નકરતાં દંપતિ વચ્ચે થતાં રોજના ઝગડામાં પતિએ પત્નિને છરીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી ભાગી છુટ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. બનાવના પગલે ચકચાર મચી ગઇ હતી. પોલીસે નાશી છુટેલા આરોપીને માનકુવા પોલીસ મથકની નજીકથી દબોચી લીધો હતો.

કામધંધો ન મળતાં રોજના ઝગડા

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના સણોસરા ગામના હાલ ભુજના ગણેશનગરમાં રહેતા ભીખાભાઇ સાજણભાઇ રબારીએ પોતાની પત્નિ નિંદ્રાધીન અવસ્થામાં હતી ત્યારે તેની ગરદન પર છરીનો ઘા મારી ખૂન કર્યા બાદ નાશી છુટ્યો હતો, પડોશમાં રહેતા વિશનજી જેરામ પરમારએ એ ડિવિઝનમાં ફરીયાદ નોંધાવી હતી કે તેમની પડોશમાં રહેતા ભીખાભાઇ તથા તેમની પત્નિ નાથીબહેન વચ્ચે ભીખાભાઇને કામધંધા મુદે અવાર નવાર ઝગડા થતા હતા, શનિવારે રાત્રે ભીખાભાઇએ તેની પત્નિ નાથીબેન ભીખાભાઇ રબારી (ઉ.વ.27)ની હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યા બાદ આરોપી પતિના માતાએ તેમને ઘરે બોલાવ્યા હતા.

નિદ્રાધીન પત્નિને છરીના ઘા મારતાં લોહીલૂહાણ

આરોપી પતિએ તેની પત્નિને નિદ્રાધીન હાલતમાં છરીના ઘા મારતાં લોહીલૂહાણ હાલતમાં મોત નિપજ્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. એ ડિવિઝન પોલીસના પીઆઇ ડી બી રાણા તથા તેમના સ્ટાફના સુખુભા જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સુભાષપુરી ગોસ્વામી, હરપાલસિંહ ઝાલા, મનિષ ખેર, નરેન્દ્રસિંહ રાણા સહિતનો કાફલો ઘટના સ્થળ ધસી ગયા હતા, નાથીબેનના મુતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો, જ્યારે નાથીબેનની હત્યા કરી નાશી છુટેલા પતિ ભીખાભાઇ સામે ખૂનનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ તેજ કરતાં પત્નિની હત્યા કરનારો આરોપી ભીખા રબારી માનકુવા પોલીસ સ્ટેશન નજીક ફરતો હોવાની બાતમીના અધારે બપોરે બે ગાગ્યાની આસ પાસ ઝડપી લીધો હતો પોલીસે હત્યા પાછળના કારણો જાણવા પુછતાછ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...