તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂજ: શિકારપુર નજીક બે બંદુક-દારૂગોળા સાથે શખ્સ જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  ભચાઉ તાલુકાના શિકારપુર પાસે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પૂર્વ કચ્છ એસઓજીએ એક શખ્સને મંગળવારે સાંજે બે દેશી બંદુક અને દારૂગોળા સાથે ઝડપી પાડ્યો હતો. ભચાઉ તાલુકાના જ અમૃતપર ગામના જાનમામદ અબ્દુલા ત્રાયા નામના શખ્સને મજલ લોડ બંદુકો ઉપરાંત ગનપાવડર, શીશાના છરા અને ટુકડા, પોટાશ તથા અન્ય સામગ્રી મળી આવતાં એસઓજીના પીઆઇ આશિષ પંડ્યાએ તેની ધરપકડ કરીને સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગેરકાયદે હથિયારો શોધી કાઢવાની સૂચના હોવાથી એસઓજીની ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે પ્રૌઢ વયનો આરોપી બંદુકો સાથે રંગેહાથ પકડાઇ ગયો હતો. 
અન્ય સમાચારો પણ છે...