- સંકુલની બે હોટલમાં વાઇફ સ્વેપિંગની જૂની ‘કી ગેમ’ નવા અંદાજમાં ફરી શરૂ
- હોટલ ઉપરાંત ગાંધીધામ તાલુકાની ભાગોળે આવેલા ફાર્મ હાઉસમાં પણ મોડી રાત સુધી પાર્ટી જામે છે
ગાંધીધામ: નાણાની રેલમછેલ અને સોશિયલ મીડિયાની ભારે અસર હેઠળ ગાંધીધામ શહેરના જાણીતા પરીવારના લોકોએ ફરી એકવાર વાઇફ સ્વેપિંગની કી વાળી જૂની ગેમ ફરીવાર શરૂ કરી છે. શહેરની બે હોટલમાં અંધારૂ થતાં પહેલા દારૂની મહેફીલ એટલે કે, જામ ટકરાય છે. અને ત્યાર બાદ ધીમા સંગીત વચ્ચે અચાનક અંધારા વચ્ચે પત્નીઓની અદલા- બદલી કરી દે છે.
વાઇફ સ્વેપિંગમાં આ ગ્રૂપમાં શહેરના શિપિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જાણીતા પરીવારના સભ્યો ઉપરાંત તબીબ, રાજકારણીઓ અને ક્યારેક તેમના સ્ટાફરને પણ સામેલ કરવામાં આવે છે. ગળપાદર રોડ ઉપર આવેલા એક રીસોર્ટમાં તથા ગાંધીધામ શહેરમાં આવેલી એક હોટલમાં આ ગ્રૂપ દ્વારા બર્થ ડે, વેડીંગ એનીવર્સરી જેવા રૂપાળા નામ હેઠળ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. રાતના અંધારામાં શરૂ થયેલી આ પાર્ટી મોડી રાત અને ક્યારેક તો વહેલી સવાર સુધી ચાલે છે.
પાર્ટી પુરી થયા પછી મહિલાઓ જ્યારે હોટેલની બહાર આવે છે ત્યારે એટલી નશામાં ચકચુર હોય છે કે, લગભગ અર્ધનગ્ન હાલતમાં તેમના ડ્રાઇવર માંડ માંડ તેમને પકડીને કારમાં બેસાડે છે અને ઘરે લઇ જાય છે. વાઇફ સ્વેપીંગની આ જૂની ગેમની નવી એડીશન અંગે કોઇને કાનો કાન ખબર ન પડે તે માટે ગ્રૂપના સભ્યો ખુબ જ કાળજી પણ લેતા હોય છે. સરોવરમાં જેમ લહેરો ઉછળતી હોય તે રીતે આ પરીવારના સભ્યો એક બીજા સાથે મળી જાય છે. અને બન્નીના સુકા રણમાં પણ જેમ લોકો દિવસની હાડમારી ભુલીને રાતની રંગીન જિંદગી જીવે છે તેમ શહેરના આ માલેતુજાર પરીવારો પેજ-3 લાઇફ સ્ટાઇલને પણ ટક્કર મારે તેવી લાઇફ સ્ટાઇલ એન્જોય કરે છે.
સર્કલ બનાવવાની ઘેલછામાં શિક્ષિકા ગ્રૂપમાં આવ્યા બાદ નીકળી ગઇ
આ ગ્રૂપમાં મોટેભાગે માલેતુજાર પરીવારના સભ્યો એન્જોય કરતા હોય છે. પરંતુ ચેંજ માટે વધુ સારા લોકો આ ગ્રૂપમાં આવે તે માટે તેઓ સ્ટાફર અને તેમના ઓળખીતાઓને પણ ગ્રૂપમાં સામેલ થવા માટે લાલચ આપે છે. શહેરની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા પણ ‘આપણે પોતાનું એક સર્કલ હોવું જોઇએ’ તેવું માનીને આ ગ્રૂપની પ્રપોઝલ સ્વિકારી લીધી હતી. પરંતુ પહેલી પાર્ટીમાં જ શરાબનો નશો ઉતરી જાય તેવી હરકતો જોઇને તેણે ગ્રૂપને પહેલી અને છેલ્લી પાર્ટીમાં જ બાય બાય કહી દીધું હતું.
રાજકારણીના પુત્રનું લગ્નજીવન પણ માંડ માંડ તૂટતાં બચ્યું
મોડી રાત્રે, ધીમા પ્રકાશમાં શહેરની ભાગોળે ચાલતી આવી પાર્ટીની અસરમાં સંકુલના એક રાજકારણીનો દિકરો એટલો બધો આગળ નિકળી ગયો કે, તેની અસર તેના લગ્નજીવન ઉપર પડવા માંડી. છેલ્લે પરીસ્થિતિ એવી થઇ કે, તેની પત્નીએ છુટાછેડા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. જોકે, ત્યાર બાદ તેના પરીવાર અને ગ્રૂપના જ કેટલાક હિતેચ્છુએ સમજાવટથી ડીવોર્સ તરફ જઇ રહેલા આ મામલાને રોકી લીધો હતો.