તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાના અત્યાચારીઓ પર કાર્યવાહી કરો, કચ્છમાં દલિત સમાજે આવેદનમાં કરી માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ:દસ દિવસ પૂર્વે ઉના તાલુકાના મોટા સમઢિયાળામાં કેટલાક અસામાજિક તત્વોએ કાયદો હાથમાં લઇને દલિત યુવાનોને ઢોર માર મારતાં રાજ્યભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે જેના પગલે ગુરૂવારે કચ્છના નખત્રાણા અને નલિયામાં દલિત સમાજે રેલી યોજીને સંબંધિત નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમગ્ર પ્રકરણમાં સામેલ અત્યાચારીઓ સામે ધાક બેસે તેવી કાયદાકીય કાર્યવાહીની માગ કરી હતી.નખત્રાણામાં સભાગૃહ પાસે સવારે એકઠા થયેલા તાલુકાભરના દલિતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી.
મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદઅપાયેલાં આવેદનપત્રમાં કાયદો હાથમાં લેનારા તત્વો સામે શબક શીખાડતી કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી. નિર્દોષોને ઢોર માર મારવાના કૃત્યને વખોડાયું હતું. આ રેલીમાં મુસ્લિમ સમાનજના લોકો પણ જોડાયા હતા. જિલ્લા પંચાયતના સદસ્ય વસંતભાઇ વાઘેલા, માવજી મહેશ્વરી, રવિ નામોરી, સામતભાઇ મહેશ્વરી, મંગલભાઇ કટુઆ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
અબડાસાના મુખ્ય મથક નલિયામાં ડો. આંબેડકરની પ્રતિમા પાસે તાલુકા મહેશ્વરી સમાજ સંઘઠનના નેજા હેઠળ બહોળી સંખ્યામાં એકઠા થયેલા દલિતો રેલી રૂપે નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં ડેપ્યૂટી કલેક્ટર આવેદનપત્ર લેવા માટે કોઇ કારણોસર મોડા પડતા એક તબક્કે ગરમાવો આવી ગયો હતો. સમાજના પ્રમુખ લાલજીભાઇ કટુઆએ દરમિયાનગીરી કરતાં શાંત પડેલા આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં દલિત સમાજના સરકારી વકીલની પેનલ રચીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક નિકાલ લાવવા તેમજ અસરગ્રસ્તોને 10 લાખ ચુકવવા માગ કરાઇ હતી. ભુજમાં લોક જનશક્તિ પાર્ટીએ કલેક્ટરને પાઠવેલાં આવેદનપત્રમાં સમઢિયાળાના બનાવને વખોડી કાઢીને કાયદાને હાથમાં લેતા ગૌ રક્ષકો સામે પાસા સહિતની કડક કાર્યવાહી કરવા માટે માગ કરાઇ હતી. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સતાર માજોઠીની આગેવાની હેઠળ કાર્યકરો જોડાયા હતા.

રાપરમાં દલિત યુવાનોના વર્તનથી બ્રહ્મ સમાજ ખફા

બુધવારના રાત્રે રાપરમાં બ્રાહ્મણ વેપારીઓની દુકાન પર આવીને કેટલાક દલિત યુવાનોએ બ્રહ્મ સમાજ વિરૂધ્ધ ઉશ્કેરણી જનક વાણી વિલાસ કર્યા બાદ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ તાલુકા બ્રહ્મ સમાજે કર્યો છે. અનુસૂચિત જાતિને સંવિધાને જે કાયદાકીય રક્ષણ આપ્યું છે તેનો દુરૂપયોગ થઇ રહ્યો હોવાની સમાજે પાઠવેલી યાદીમાં જણાવાયું છે.
દયાપરમાં આજે દલિતોની રેલી

દયાપરમાં આજે તા. 22/7ના મેઘવંશી મારૂ સમાજવાડી પાસે દલિત સમાજની સભા યોજાશે જે સંપન્ન થયેથી રેલી રૂપે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.
ભુજમાં આજે અ.જા. મોરચાની બેઠક

જિલ્લા ભાજપના અનુસૂચિત મોરચાએ આ બનાવને વખોડી કાઢી તેમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ મામલે આજે તા. 22/7ના સવારે 10.30 કલાકે ભુજના મધ્યસ્થ કાર્યાલયે બેઠક યોજાશે તેમ મોરચાના પ્રમુખ ધનજી હેંગણાની યાદીમાં જણાવાયું છે.

હબાયમાં દલિત યુવાનને ધમકી અપાતી હોવાની ધા
ભુજ તાલુકાના હબાય ગામના હરિલાલ કાનજી કેરાસિયા પાસે મહેતાજી તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ભરણ-પોષણ કરતા રમેશે એવો આક્ષેપ કર્યો હતો કે, તેના માલિકની લીઝની જમીન બંધ કરાવવા ગામલોકો દ્વારા યેનકેન પ્રકારે ખોટી અરજીઓ કરી કનડગત કરવામાં આવે છે. બુધવારે સવારે તે લીઝવાળી જમીન પર હાજર હતો, ત્યારે ખાણ-ખનિજના અધિકારીઓ આવ્યા હતા, ત્યારે ગામના સરપંચ હમીર રૂપા ડાંગર, કેરાસિયા કાનજી ગોપાલ, કેરાસિયા ગોપાલ રવા, કેરાસિયા લખણા પંજાએ ધકબૂશટનો માર મારી જાતિ અપમાનિત કરી સરપંચે તારી દવા કરવી પડશે, તને આ ગામ કાયમ માટે છોડવું પડશે, તેવી ધમકી આપી હતી, સરપંચ સહિતના અગ્રણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ વડાને રજૂઆત કરી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો,દલિત આંદોલન વચ્ચે કચ્છ એસ.ટી.ના 20 રૂટ ટૂંકાવાયા : દૈનિક 5 લાખનો ધૂંબો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો