તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તો પાલિકાના જવાબદારોનું મોઢું કાળું કરી ચપ્પલનો હાર પહેરાવશું’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભુજના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ વિસ્તારમાં પાછલા લાંબા સમયથી પાણી અને સફાઇની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે મંગળવારે કોંગ્રેસના લઘુમતી મોરચાએ પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરી 3 દિવસમાં સમસ્યાનો નિવેડો લાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

જો 3 દિવસમાં પગલાં નહીં ભરાય તો ભુજ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનું મોઢું કાળું કરી તેમને ચપ્પલનો હાર પહેરાવાશે, તેવી ચીમકી આપવામાં આવી હતી. રફીક મારાએ આક્ષેપ કરતાં કહ્યું કે, ખુદ પાણી પુરવઠા સમિતિના ચેરમેનના વોર્ડમાં જ પાણી વિતરણની આ સ્થિતિ હોય તો અન્ય વિસ્તારની તો હાલત જ શું હોઇ શકે તેવો સવાલ ઉઠાવ્યો હતો. આ વિસ્તારમાં 5 કે 6 દિવસે એકવાર માંડ પાણી વિતરીત કરાય છે.

આ પાણી ખારું હોય છે અને રાત્રિના સમયે માંડ અડધો કલાક પાણી વિતરીત કરાતાં સમસ્યા હલ થતી નથી. એક મહિના પહેલાં પણ આ મુદ્દે રજૂઆત કરાતાં એકાંતરે પાણી વિતરણ કરાશે તેવી બાંહેધરી ખુદ વોટર સપ્લાય સમિતિના ચેરમેને આપી હતી, પણ તેનો અમલ ન થતાં ફરી એકવાર રજૂઆત કરવી પડી હતી, જેમાં માનસી શાહ, મુબારક મોકરશી, અહેઝાઝ પઠાણ, સહેજાદ સમા, હફિઝાબેન સહિત રજૂઆતમાં જોડાયા હતા.

અધિકારી-પદાધિકારી ન મળતાં રોષ

આ મોરચો રજૂઆત કરવા આવ્યો ત્યારે અધિકારી-પદાધિકારીઓ જ ન મળતાં મહિલાઓ રોષે ભરાઇ હતી. અંતે તેમણે વોટર સપ્લાય શાખાના ઇજનેર હરદેવસિંહ રાણાને રજૂઆત કરવી પડી હતી.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...